પટિયાલા

તામિલનાડુની એસ ધનલક્ષ્મીએ ગુરુવારે અહીં ફેડરેશન કપ રાષ્ટ્રીય વરિષ્ઠ એથલેટિક્સ ચેમ્પિયનશીપમાં મહિલા ૨૦૦ મી દોડમાં હિમા દાસને પાછળ છોડી પોતાનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું અને એક નવો રેકોર્ડ બનાવ્યો. અગાઉ ૧૦૦ મીટરની ફાઇનલમાં દુતીચંદને હરાવી ચૂકેલી ધનલક્ષ્મીએ ૨૩.૨૬ સેકન્ડનો સમય લીધો હતો અને ૧૯૯૮ માં ચેન્નાઇમાં બનેલા પી.ટી. ઉષાના ૨૩.૮૦ સેકન્ડનો રેકોર્ડ રેકોર્ડ તોડ્યો હતો. લાંબા આરામ બાદ પુનરાગમન કરનાર સ્વપ્ના બર્મને ૫૬૩૬ પોઇન્ટ મેળવીને હેપ્તાથલાનમાં પ્રથમ સ્થાને રહી હતી. કેરળની મરિના જ્યોર્જ બીજા સ્થાને રહી.