નવી દિલ્હી-
ફૂટબોલ રમતનું વિશ્વસ્તરે સંચાલન કરતી સંસ્થા FIFA દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે FIFA અન્ડર-17 મહિલાઓની વર્લ્ડ કપ સ્પર્ધા 2022ની 11 ઓક્ટોબરથી ભારતમાં યોજાશે. ભારત આ સ્પર્ધા 2021માં યોજવાનું હતું, પરંતુ કોરોનાવાઈરસ બીમારીના ફેલાવાને કારણે તે આ વર્ષે રદ કરવામાં આવી છે.
આ વર્લ્ડ કપ સ્પર્ધા મૂળ 2020ના નવેમ્બરમાં ભારતમાં રમાવવાની હતી, પરંતુ ત્યારબાદ એને 2021ના ફેબ્રુઆરી સુધી મુલતવી રાખવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ આ વર્ષે પણ ન રમાડવાનો નિર્ણય લેવાયો હતો. હવે તે માટે 2022ની તારીખ આપવામાં આવી છે. FIFA આયોજિત આ બીજી મોટી સ્પર્ધાનું ભારતમાં આયોજન કરવામાં આવશે. આ પહેલાં, 2017માં અન્ડર-17 વર્લ્ડ કપનું ભારતે આયોજન કર્યું હતું અને એમાં વિક્રમસર્જક દર્શકોએ હાજરી આપી હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments