નવી દિલ્હી 

આમ તો ક્રિકેટ અને ફુટબોલ જેવી રમતોમાં મેચ ફીક્સીંગ ની વાતો તો બહુ સાંભળી હશે. પરંતુ ટેનીસ જેવી રમતોમાં પણ ખેલાડીઓ મેચ ફીક્સીંગ કરવા પ્રેરાતા હોય છે. સ્પેનનો ટેનીસ ખેલાડી એનરિક લોપેઝ પર 2017માં મેચ ફીક્સીંગ કરવાનો આરોપ લાગ્યો હતો. જેને લઇને હવે તેની પર આઠ વર્ષનો પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. પ્રતિબંધને લઇને એનરિક હવે કોઇ પણ અધિકારીક ટુર્નામેન્ટમાં હિસ્સો લઇ શકશે નહી. આમ એનરિક માટે આ પ્રતિબંધ કેરીયરને ખતમ કરી દેવા સમાન સાબિત થઇ પડશે. એનરિકને ના માત્ર પ્રતિબંધ જ લગાવાયો છે, પરંતુ તેની પર દંડ પણ લગાવવામાં આવ્યો છે. 

ટેનીસ ઇન્ટીગ્રિટી યુનિટ દ્રારા બતાવવામા આવ્યુ છે કે, તેની વિરુદ્ધના ત્રણ આરોપ સાબિત થઇ ચુક્યા છે. જેમાં તે મેચ ફીકસીંગ કરવામાં પણ દોષિત જણાઇ આવ્યો છે. એનિરીક લોપેઝ પર હવે આરોપો સાબિત થવાને લઇને 25,000 ડોલરનો દંડ પણ લગાવવામાં આવ્યો છે. લોપેઝ 2018માં કેરીયરની સર્વશ્રેષ્ઠ 154 મી રેન્કિંગ પર પહોચી શક્યો હતો. જોકે તે કયારેય કોઇ ગ્રાન્ડ સ્લેમના મુખ્ય ડ્રોમાં જગ્યા નથી બનાવી શક્યો.

લોપેઝ ની સામે પાંચ આરોપ લાગ્યા હતા. જે પૈકીના ત્રણ આરોપો સાચા સાબિત થયા છે. જ્યારે બે આરોપો સાબિત થઇ શક્યા નથી. આમ છતાં પણ લોપેઝ સામે ત્રણ આરોપો સાબિત થવાને લઇને હવે 8 વર્ષ લાંબો પ્રતિબંધ લાગી ચુક્યો છે, જેન લઇને ટેનિસ નિષ્ણાંતો હવે તેનુ કેરીયર લગભગ ખતમ થઇ જવાનુ પણ માની રહ્યા છે.