ઈંગ્લેન્ડ-

જસપ્રિત બુમરાહ સોમવારે અહીં ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી ચોથી ક્રિકેટ ટેસ્ટના પાંચમા અને અંતિમ દિવસે ૧૦૦ વિકેટ લેનાર સૌથી ઝડપી ભારતીય ઝડપી બોલર બન્યો છે. બુમરાહે પોતાની ૨૪ મી ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવી હતી. તેણે ભારતની વર્લ્ડ કપ વિજેતા ટીમના કેપ્ટન કપિલ દેવને પાછળ છોડી દીધા, જેમણે ૧૯૮૦ માં પોતાની ૨૫ મી ટેસ્ટમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. બુમરાહે ઓલી પોપ (૦૨) ને બોલ્ડ કરીને ૧૦૦ ટેસ્ટ વિકેટનો આંકડો સ્પર્શી લીધો હતો.

બુમરાહે જાન્યુઆરી ૨૦૧૮ માં કેપટાઉનમાં દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને ત્યારથી વિરાટ કોહલીની આગેવાનીવાળી ભારતીય ટીમનો મહત્વનો ભાગ રહ્યો છે. ઈરફાન પઠાણે ૨૮ ટેસ્ટમાં ૧૦૦ ટેસ્ટ વિકેટનો આંકડો સ્પર્શ કર્યો હતો જ્યારે મોહમ્મદ શમીએ ૨૯ ટેસ્ટમાં ૧૦૦ ટેસ્ટ વિકેટનો આંકડો સ્પર્શ્યો હતો.

ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનારાઓની યાદીમાં ભારત હવે ૨૨ મા સ્થાને છે. દિગ્ગજ સ્પિનર અનિલ કુંબલે ૬૧૯ વિકેટ સાથે ટોચ પર છે.