મેડ્રિડ-

રાફેલ નડાલે થોડા વર્ષ પહેલા એક સ્થાનિક ટેનિસ ટૂર્નામેન્ટમાં જે છોકરાને ઇનામ તરીકે પ્લેસ્ટેશન આપ્યું હતું તે હવે સ્પેનિશ દિગ્ગજ મેડ્રિડ ઓપનના બીજા રાઉન્ડમાં તેના દેશના એ જ કાર્લોસ અલકેરેઝનો સામનો કરશે. ૧૭ વર્ષીય અલકેરેઝે સોમવારે એડ્રિયન મન્નારિનોને ૬-૪, ૬-૦ થી હરાવીને ૨૦ વખત ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનનો સામનો કરવાનો હક મેળવ્યો. અલકેરેઝ બુધવારે તેના જન્મદિવસ પર મેજિક બોક્સ સેન્ટર કોર્ટમાં તેના રોલ મોડેલનો સામનો કરશે.

તેણે કહ્યું અહીં રાફાનો સામનો કરવો એ એક સ્વપ્ન સાકાર થવા જેવું છે. "પહેલા રાઉન્ડની અન્ય મેચોમાં ડેનિયલ ઇવાન્સે જેરેમી ચાર્ડીને ૭-૬(૬), ૬-૭(૭), ૬-૨ અને ડેનિસ શાપોવાલોવે દુસાન લાજોવિકને ૬-૧, ૬-૩ થી હરાવ્યો. ફેબીયો ફોગ્નીનીએ સ્પેનિશ ક્વોલિફાયર કાર્લોસ ટેબરનરને ૭-૬(૪), ૨-૬, ૬-૩ અને જોહ્ન ઇસ્નેરે મ્યોમિર કાસેમાનોવિચને ૬-૪, ૭-૬(૬) થી હરાવ્યો.

મહિલા વર્ગમાં ટોચની ક્રમાંકિત એશ્લેઇગ બાર્ટીએ ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન ઇંગા સ્વીટેકને ૭-૫, ૬-૪ થી પરાજિત કરી જ્યારે સ્પેનની પૌલા બડોસાએ એનાસ્તાસિયા સેવાસ્તોવાને ૬-૭(૦), ૭-૬(૩), ૬-૦ થી હરાવી. પેટ્રા કવિટોવાએ વેરોનિકા કુડરમેટોવાને ૬-૩, ૪-૬, ૬-૪થી પરાજિત કરી જ્યારે આઠમી ક્રમાંકિત બેલિન્ડા બેનચિચ ઓસ જાબેરને મેચમાંથી ખસી જવાના કારણે આગલા રાઉન્ડમાં આગળ વધી.