સિડની 

 નવી જર્સી અને કોરોના વાયરસના કાળમાં નવા માહોલની વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા જેવા દિગ્ગજની વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી રહી છે. આ સીરીઝમાં ટીમને પોતાના હિટમેન રોહિત શર્માની ખોટ વર્તાશે, જે સીરીઝનો હિસ્સો નથી. રોહિત શર્મા વનડે અને ટી20 સીરીઝ બાદ ટેસ્ટ સીરીઝમાં ટીમ ઈન્ડિયાની સાથે જોડાઈ શકે છે. વિરાટ કોહલીની ટીમે છેલ્લીવાર આંતરરાષ્ટ્રીય મેચ માર્ચની શરૂઆતમાં ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ રમી હતી. કોરોના મહામારીના કારણે લાંબો સમય આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર રહી ટીમનો સામનો હવે ઓસ્ટ્રેલિયા જેવી ધૂરંધર ટીમ સાથે થઈ રહ્યો છે.

- શમીનો શિકાર બન્યો વોર્નર, ઓસ્ટ્રેલિયાએ ગુમાવી પહેલી વિકેટ. વોર્નર 76 બોલમાં 69 રન કરીને શમીની ઓવરમાં કેએલ રાહુલના હાથે કેચ આઉટ થયો. 

- ડેવિડ વોર્નરે પણ પોતાની કારકિર્દીની 22મી અડધી સદી ફટકારી

- ઓસ્ટ્રેલિયા 100 રનને પાર, ફિન્ચે 28મી અડધી સદી ફટકારી