તુરીન

યુવેન્ટસની ટીમ પોર્ટો ચેમ્પિયન્સ લીગ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં 16 રાઉન્ડમાં 10 ખેલાડીઓ સાથે રમી રહેલા પોર્ટોની વિરૂદ્ધ હાર સાથે ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગઇ હતી.


યુવેન્ટ્સની ટીમ સતત બીજા વર્ષે વિરોધી ટીમના મેદાન પર થયેલા ગોલના આધાર પર હારનો સામનો કરવો પડ્યો.

તુરિનમાં ૨-૩ની હારની સાથી પોર્ટોએ અતિરિક્ત સમયમાં સર્જિયો ઓલિવિએરાના ગોલની મદદથી યૂરોપની ટોપ ક્લબ પ્રતિયોગિતાની ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી.


પોર્ટોની ટીમ બીજા ચરણમાં અધિકાંશ મુકાબલા ૧૦ ખેલાડીઓ સાથે રમી કારણકે મેહદી તારેમીને રેડ કાર્ડ મળતા તે બહાર થઇ ગયો હતો.

બે ચરણ બાદ મુકાબલો ૪-૪થી બરાબર રહ્યો પરંતુ પોર્ટોએ વિરોધી ટીમના મેદાન પર અધિક ગોલની મદદથી આગળના રાઉન્ડમાં જગ્યા બનાવી હતી.