મેડ્રિડ-

કરીમ બેનઝેમાએ હેટ્રિક ફટકારી હતી કારણ કે રિયલ મેડ્રિડે રવિવારે સેલ્ટા વિગોને ૫-૨થી હરાવીને લા લિગા (સ્પેનની ટોચની ઘરેલુ ફૂટબોલ લીગ) માં બે લેપથી શાનદાર વાપસી કરી હતી.

આ ટીમ ૧૮ મહિના બાદ સન્તિયાગો બર્નાબુ સ્ટેડિયમમાં તેમના હોમ ગ્રાઉન્ડ પર પરત ફરી હતી. આ સ્ટેડિયમમાં, તેણે છેલ્લી મેચ ૧ માર્ચ, ૨૦૨૦ ના રોજ બાર્સિલોના સામે રમી હતી. જે બાદ તે કોવિડ-૧૯ રોગચાળા અને પુનનિર્માણને કારણે બંધ કરવામાં આવી હતી.

મેચમાં બેન્ઝેમાની હેટ્રિક ઉપરાંત વિનિસિયસ જુનિયર અને નવોદિત એડ્યુઆર્ડો કામાવિન્ગાએ પણ મેડ્રિડ માટે ગોલ કર્યો હતો. આ જીત સાથે રિયલ મેડ્રિડ ચાર મેચમાંથી ૧૦ પોઈન્ટ સાથે સંયુક્ત ટોચ પર પહોંચી ગઈ છે. વેલેન્સિયા અને એટલેટિકો મેડ્રિડના પણ પોઈન્ટ સમાન છે.

ડિફેન્ડિંગ ચેમ્પિયન એટલેટીકો મેડ્રિડે અન્ય એક મેચમાં એસ્પેનિયોલને ૨-૧થી હરાવ્યો. વેલેન્સિયાએ ઓસાસુનાને ૪-૧થી હરાવ્યો હતો જ્યારે રિયલ સોસાયડાડે કાડિઝને ૨-૦થી હરાવ્યો હતો.