ન્યૂ દિલ્હી

આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ હવે નજીક આવી રહી છે. ડબલ્યુટીસી ૨૦૨૧ ની અંતિમ મેચ ૧૮ જૂનથી ઈંગ્લેન્ડનાં સાઉથેમ્પ્ટનમાં રમાશે. આ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે થશે. આ માટે ન્યુઝીલેન્ડની ટીમ ઈંગ્લેન્ડ પહોંચી હતી.1 વળી ભારતીય ટીમ ૨ જૂને રવાના થવાની સંભાવના છે. જોકે, ફાઈનલ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય ટીમ ઈંગ્લેન્ડમાં ફાઇનલની સાથે યજમાન દેશ સામે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી પણ રમશે. ન્યુઝીલેન્ડની ક્રિકેટ ટીમ શનિવારે સાંજે ઈંગ્લેન્ડ સાથે બે મેચની ટેસ્ટ શ્રેણી રમવા અને ત્યારબાદ ભારત સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ રમવા માટે રવાના થઈ હતી. કિવિ ટીમ ઈંગ્લેન્ડ સાથે પ્રથમ ટેસ્ટ ૨ જૂનથી લંડનમાં અને ત્યારબાદ બીજી ટેસ્ટ ૧૦ જૂનથી બર્મિંગહામમાં રમશે. 


૧૮ જૂનથી ભારતમાં સાઉથેમ્પ્ટન સાથે ડબલ્યુટીસીની ફાઈનલ રમશે. ન્યુઝીલેન્ડ ક્રિકેટએ સોશિયલ મીડિયા પર ટીમનાં રવાના થવાનો ફોટો પોસ્ટ કર્યો છે, જેમાં લખ્યું છે કે અમારા ન્યુઝીલેન્ડનાં ખેલાડીઓ ઈંગ્લેન્ડ જવા રવાના થઈ રહ્યા છે. ટીમ ૨ જૂનનાં રોજ લોર્ડ્‌સથી શરૂ થનારી ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટની તૈયારી માટે ઈંગ્લેન્ડ પહોંચશે ત્યારે ટીમ સાઉથેમ્પ્ટન જશે.