બર્મિંગહામ

ઓલ ઇંગ્લેન્ડ ઓપન સેમિફાઇનલમાં ભારતની સ્ટાર બેડમિંટન ખેલાડી પીવી સિંધુને હરાવીને થાઇલેન્ડની પોર્નપવી ચોચુવોંગનું ખિતાબ જીતી શકી નથી. વર્લ્ડ નંબર-૧૧ પોર્નપાવી વર્લ્ડ નંબર-૪ જાપાનની નોઝોમી ઓકુહારા સામે હારી ગઈ હતી. ઓકુહારાએ પોર્નપાવી ને ૨૧–૧૨, ૨૧-૧૬ થી હરાવી. મેચ ૪૪ મિનિટ સુધી ચાલી હતી. ઓકુહારાએ બીજી વખત ઓલ ઇંગ્લેન્ડ ઓપન ચેમ્પિયનશીપનો ખિતાબ જીત્યો છે. આ પહેલા ઓકુહારાએ ૨૦૧૬ માં આ ટૂર્નામેન્ટનું ટાઇટલ જીત્યું હતું. આ ટુર્નામેન્ટમાં જાપાનની તાકાત જોવા મળી હતી. જાપાને પુરૂષ સિંગલ્સ કેટેગરી સિવાય દરેક વર્ગની ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

અગાઉ વર્લ્ડ ચેમ્પિયન અને ઓલિમ્પિક સિલ્વર મેડલિસ્ટ પી.વી. સિંધુનો ઓલ ઈંગ્લેન્ડ બેડમિટન સ્પર્ધાની સેમિ ફાઇનલમાં પરાજય થયો હતો. થાઈલેન્ડની વિશ્વની ૧૧મી ક્રમાંકિત ચોચુવોંગે પી.વી. સિંધુને ૨૧-૧૭, ૨૧-૯થી હરાવી હતી. ૪૩ મીનીટ ચાલેલી આ મેચમાં ચોચુવોંગેની આક્રમત રમત, પાવર અને પ્લેસમેન્ટ સામે પી.વી. સિંધુ ઝાંખી લાગતી હતી.