/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

આ દિગ્ગજ ખેલાડી સન્યાસનાં 3 વર્ષ બાદ ટી-20 વર્લ્ડ કપમાં વાપસી કરી શકેઃ બાઉચર

સેન્ચુરિયન

દક્ષિણ આફ્રિકાના ઘાતક બેટ્‌સમેન એબી ડિવિલિયર્સ સન્યાસ લીધાના ૩ વર્ષ બાદ આગામી ટી-૨૦ ટીમમાં વાપસી કરી શકે છે. ટીમના હેડ કૉચ માર્ક બાઉચરે એક કૉન્ફરન્સ દરમિયાન આ વાતનો ઇશારો કર્યો છે. આ દરમિયાન તેને એબી ડિવિલિયર્સની આ વર્ષે આઇપીએલ રમવા માટે રવાના થતા પહેલા થયેલી તેની વાતચીત વિશે પણ જણાવ્યુ. એબી ડિવિલિયર્સ આઇપીએલમાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની ટીમમાંથી રમી રહ્યો છે. દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ વિકેટકીપર બેટ્‌સમેન બાઉચરે કહ્યું એબી ડિવિલિયર્સ આઇપીએલ રમવા માટે ભારત રવાના થતા પહેલા મે તેની સાથે વાત કરી હતી. આગામી ટી૨૦ વર્લ્ડકપમાં ટીમમાં વાપસીના દરવાજા તેના માટે ખુલ્લા છે. તે જે પ્રકારના માણસ છે તેને કોઇપણ વસ્તુ આસાનીથી મેળવવુ સારુ નથી લાગતુ. તે આઇપીએલમાં બેસ્ટ પ્રદર્શન કરીને આખી દુનિયા અને ખુદને પુરવાર કરવા ઇચ્છતો હતો કે તે હજુ પણ વર્લ્ડ ક્રિકેટમાં એક મુખ્ય ખેલાડી છે, અને તે સ્તર પર બેસ્ટ પ્રદર્શન કરી શકે છે. 

એબી ડિવિલિયર્સની રાષ્ટ્રીય ટીમમાં વાપસીને લઇેન બાઉચરે કહ્યું મે એબી ડિવિલિયર્સને આઇપીએલમાં જઇને પોતાનુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનુ કહ્યું છે. હું આઇપીએલના અંતિમ તબક્કામાં તેની સાથે આગળની વાતચીત કરીશ. હાલ તેની વાપસીને લઇને વાતચીત અહીં અટકી છે. એબી ડિવિલિયર્સને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લીધાના ૩ વર્ષ થઇ ચૂક્યા છે. એબી ડિવિલિયર્સે પોતાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેરિયરમાં ૧૧૪ ટેસ્ટ, ૨૨૮ વનડે અને ૭૮ ટી૨૦ મેચો રમી છે. ૨૦૧૮માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી એબી ડિવિલિયર્સે સન્યાસ લેવાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. જોકે ત્યારબાદ તે દુનિયાભરની ટી૨૦ લીગમાં રમતો રહો છે અને જબરદસ્ત પ્રદર્શન કરતો રહ્યો છે. ખાસ કરીને આઇપીએલમાં તેનુ પરફોર્મન્સ ખુબ સારુ રહ્યું છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution