બાર્સિલોના

બાર્સિલોના અને લિયોનેલ મેસ્સી વચ્ચેનો કરાર વિશ્વના ફૂટબોલનો એક ચર્ચાનો વિષય છે. પરંતુ અત્યારે મેસી ક્લબમાંથી મળેલ રજાને લઈને ચર્ચામાં છે. સ્ટાર ફૂટબોલરને ક્લબની છેલ્લી મેચ પહેલા કોચ રોનાલ્ડ કોમેન દ્વારા રજા આપવામાં આવી છે. આનો અર્થ એ છે કે તે બાર્સેલોનાની આયબર સામેની આજની છેલ્લી મેચમાં નહીં રમે.


મેસ્સીનો બાર્સેલોના સાથે કરાર જૂન માસમાં સમાપ્ત થાય છે. અને હજી સુધી કરાર રીન્યુ થવાના કોઈ સમાચાર નથી. ગયા વર્ષે મેસીના ક્લબ છોડવાના સમાચાર ગરમ થયા હતા. બ્રિટિશ અને સ્પેનિશ મીડિયાએ તેના માન્ચેસ્ટર સિટી અને પીએસજી ક્લબમાં જવાના અહેવાલો પ્રકાશિત કર્યા હતા. જો કે તે બાર્સિલોનામાં રહ્યો.મેસ્સીની પ્રારંભિક રજા એટલે કે તેણે ગયા સપ્તાહે સેલ્ટા વિગો સામે બાર્સેલોના માટે તેની અંતિમ રમત રમી હતી. જો કે તેઓએ હજી સુધી નવા કરાર પર હસ્તાક્ષર કર્યા નથી.

ગોલ્ડન બુટ રેસમાં મેસ્સી

૩૩ વર્ષીય મેસ્સીએ લા લીગાની આ સિઝનમાં ૩૦ ગોલ કર્યા છે અને આ રીતે તે ગોલ્ડન બુટનો પણ દાવેદાર છે. બાર્સિલોનાએ લીગનો અંત ત્રીજો ક્રમ પર રહી સમાપ્ત કર્યો છે. તેની આગળ જ એટલીટીકો મેડ્રિડ અને રિયલ મેડ્રિડ છે.