સૂત્રોના જણાવ્યા મુજબ, ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી ખેલાડીઓને 9 ઓગસ્ટે ચેન્નઈમાં પહોંચવા જણાવાયુ છે. 10 ઓગસ્ટે ખેલાડીઓ યુએઈ જવા રવાના થઈ શકે છે. જોકે સીએસકેને સરકારની મંજૂરી મળવાની બાકી છે. કેટલીક ફ્રેન્ચાઇઝી ટીમ ઓગસ્ટના ત્રીજા સપ્તાહમાં યુએઈ જવા રવાના થવાનું વિચારી રહી છે. આ પહેલા તમામ ફ્રેન્ચાઇઝીની નજર 2 ઓગસ્ટના રોજ થનારી આઈપીએલ મીટિંગ પર છે. આ બેઠક બાદ આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલ તરફથી વિવિધ ટીમોને SOP આપવામાં આવશે. જે બાદ ટીમો દરેક પ્રકારની તૈયારી કરી શકે છે. 

કોરોના વાયરસના કારણે ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝન નવા નિયમો સાથે રમાશે. આઈપીએલ 13માં દર્શકોને જવાની મંજૂરી નહીં હોય. લીગમાં હિસ્સો લેનારા તમામ ખેલાડીઓનો બે સપ્તાહની અંદર ચાર વખત કોરોના ટેસ્ટ કરાશે. આ વખતે દુબઈમાં રમાનારી આઈપીએલમાં સૌની નજર ચેન્નઈ સુપર કિંગ્સ અને ધોની પર રહેશે. સીએસકેને ટ્રોફી જીતવાની પ્રબળ દાવેદાર પણ માનવામાં આવે છે. 19 સપ્ટેમ્બરથી આઈપીએલ 13ની શરૂઆત થઈ રહી છે. 8 નવેમ્બરે ફાઇનલ રમાઈ શકે છે. પરંતુ બ્રોડકાસ્ટર્સ દ્વારા દિવાળીને તહેવારને ધ્યાનમાં રાખી 10 નવેમ્બરે ફાઇનલ રમાડવા માટે બોર્ડને વિનંતી કરવામાં આવી છે. જો આમ થશે તો પ્રથમ વખત વીકેન્ડમાં નહીં પરંતુ વીક ડેમાં ફાઇનલ મેચ રમાશે.