IPL-2021 : આજે દિલ્હી કેપિટલ્સ ફરી ટેબલમાં ટોપ પર પહોંચવા સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે
22, સપ્ટેમ્બર 2021

યુએઈ-

ઇન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૧ ની ૧૪ મી સીઝનની ૩૩ મી મેચ દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને રહેલી દિલ્હી કેપિટલ્સ પ્લેઓફમાં પહોંચવા માટે પ્રબળ દાવેદાર છે. તે જ સમયે ટોપ-૪ માં આઠમા ક્રમે હૈદરાબાદની ટીમની શક્યતા લગભગ અશક્ય છે. દિલ્હીની ટીમ રૂષભ પંતના નેતૃત્વમાં આજની મેચમાં ઉતરશે, જે પહેલા ચરણ દરમિયાન ફ્રેન્ચાઇઝીનું નેતૃત્વ કરી રહ્યો હતો. જો કે શ્રેયસ અય્યર જે ખભાની ઈજાને કારણે પ્રથમ લેગમાં બહાર હતો, તે પુનરાગમન કરી શકે છે. આઇપીએલ ૨૦૨૧ ની ૩૩ મી મેચ સાંજે ૭:૩૦ થી દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. મેચનો ટોસ સાંજે ૭ વાગ્યે યોજાશે.

દિલ્હી કેપિટલ્સઃ

રિષભ પંત (કેપ્ટન), શ્રેયસ અય્યર, અજિંક્ય રહાણે, અમિત મિશ્રા, અવેશ ખાન, અક્ષર પટેલ, ઇશાંત શર્મા, કાગિસો રબાડા, પૃથ્વી શો, રવિચંદ્રન અશ્વિન, શિખર ધવન, લલિત યાદવ, માર્કસ સ્ટોઇનિસ, શિમરોન હેટમાયર, ક્રિસ વોક્સ, અનરિક નોર્ટજે , સ્ટીવ સ્મિથ, ઉમેશ યાદવ, રિપલ પટેલ, લુકમેન હુસેન મેરીવાલા, એમ સિદ્ધાર્થ, ટોમ કુરન, સેમ બિલિંગ્સ, પ્રવીણ દુબે, વિષ્ણુ વિનોદ.

સનરાઇઝર્સ હૈદરાબાદઃ

કેન વિલિયમસન, ડેવિડ વોર્નર, અભિષેક શર્મા, બેસિલ થમ્પી, ભુવનેશ્વર કુમાર, મનીષ પાંડે, મોહમ્મદ નબી, રશીદ ખાન, સંદીપ શર્મા, શાહબાઝ નદીમ, શ્રીવત્સ ગોસ્વામી, સિદ્ધાર્થ કૌલ, ખલીલ અહમદ, ટી નટરાજન, વિજય શંકર, વિધિ સિંહ, વિરાટ સિંહ , પ્રિયમ ગર્ગ, મિશેલ માર્શ, જેસન હોલ્ડર, અબ્દુલ સમદ, કેદાર જાધવ, મુજીબ-ઉર-રહેમાન, જગદીશ સુચિત, શેરફેન રધરફોર્ડ.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution