અલમાતી

ભારતીય કુસ્તીબાજ સરિતા મોરે ગુરુવારે ફાઇનલમાં ફરી શાનદાર વાપસી કરતા એશિયન રેસલિંગ ચેમ્પિયનશીપમાં સતત ૯ પોઇન્ટ મેળવીને ૫૯ કિગ્રામાં પોતાનું ટાઇટલ સુધી જાળવી રાખ્યું, જ્યારે સીમા બિસ્લા (૫૦ કિગ્રા) અને પૂજા (૭૬ કિગ્રા ) ખંડીય ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો.

નવી દિલ્હીમાં ૨૦૨૦ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતનાર સરિતા ફાઇનલમાં મંગોલિયાની શુવડોર બતારજાવને ૧-૭થી પાછળ રહી હતી પરંતુ સ્કોર ૭-૭થી બરાબર કરી અને ૧૦-૭થી જીત મેળવી શાનદાર વાપસી કરી હતી. સરિતા આ જ મોંગોલિયન પ્રતિસ્પર્ધી સામેની શરૂઆતની મેચમાં૪-૫ ના અંતરે હારી ગઈ હતી પરંતુ તેણે બીજા રાઉન્ડમાં કઝાકિસ્તાનની ડાયના કૈમોવા સામે શાનદાર વાપસી કરી હતી અને પ્રથમ ગાળામાં તકનીકી શ્રેષ્ઠતાથી જીત મેળવી હતી. સરિતા કઝાકિસ્તાનના રેસલર સામે ખૂબ જ આક્રમક હતી. ત્યારબાદ તેણે ક્યુરેસ્તાનની નૂરેડા અનાર્ક્‌યુલોવા સામે સેમિ ફાઇનલમાં શરૂઆતથી જ આક્રમકતા ચાલુ રાખી હતી અને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

તે જ સમયે ૫૦ કિગ્રાની ઇવેન્ટમાં સીમાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી જેમાં તે કઝાકિસ્તાનની વેલેન્ટિના ઇવાનોવના સામેની શરૂઆતની મેચમાં હારી ગઈ હતી પરંતુ તેણે પણ આગળના રાઉન્ડમાં મંગોલિયાની એનુદરી નંદિન્ટેસેગ સામે શાનદાર વાપસી કરી હતી અને ૭-૩થી જીત મેળવી હતી.

તેણીને સેમિ ફાઇનલમાં ઉઝબેકિસ્તાનની જાસ્મિના ઇમાયેવા તરફથી સખત પડકાર મળ્યો હતો જેમાં તે ૨-૩ થી હારી ગઈ હતી. પરંતુ આ ભારતીય ખેલાડીએ તાઈપેઈના યંગ સન લીનને તકનીકી શ્રેષ્ઠતા સાથે હરાવીને ફરીથી કાંસ્ય પદક જીત્યો.

જયારે ૭૬ કિગ્રા વજનની કેટેગરીમાં પૂજાએ કોરિયાની સીયોઓન જિઓંગ સામે ૨-૦થી વિજય મેળવ્યો અને ત્યારબાદ ઉઝબેકિસ્તાનના ઓજોદા જારિઆપબોએવાને પણ પરાજિત કરી. જો કે તે કઝાકિસ્તાનની ઇલમિરા સિજ્દિકોવાની બરાબરી કરી શકી ન હતી અને સેમિફાઇનલમાં હારી ગઈ હતી. પરંતુ તેણે કોરીયાની સીઓન જિઓંગ સામે ૫-૨થી જીત મેળવી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. નિશા ૬૮ કિગ્રા કેટેગરીની બંને શરૂઆતની મેચોમાં પરાજિત થઈ ગઈ હતી. તે કોરિયાની યુન સન જિઓંગ સામે હારી ગયા પછી તે મંગોલિયાના ડાલ્ગરમા એન્ખ્સાઇખન દ્વારા પરાજિત થઈ.