મેલબોર્ન, 

ટોચની ક્રમાંકિત મહિલા ટેનિસ ખેલાડી એશ્લે બાર્ટીએ ઓસ્ટ્રેલિયન ઓપન પ્રિ કવાર્ટર ફાઈનલ મેચમાં શેલ્બી રોજર્સને ૬-૩, ૬-૪ થી હરાવી સતત ત્રીજા વર્ષે ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો. ગયા વર્ષે સેમિફાઇનલમાં સોફિયા કેનિન સામે હારી ગયેલ બાર્ટી ક્વાર્ટર ફાઇનલમાં કેરોલિના મુચોવા સામે કોર્ટમાં મુકાબલો કરશે. વિશ્વ રેન્કિંગમાં ૨૫ મા ક્રમે આવેલી મુચોવાએ ૧૮ મી ક્રમાંકિત એલિસ મર્ટેન્સને પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં ૭-૬, ૭-૫ થી હરાવી. તે ગ્રાન્ડ સ્લેમમાં બીજી વખત ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે.