મેલબોર્ન

વર્લ્ડ નંબર ૧ પુરૂષ ટેનિસ ખેલાડી અને આઠ વખતના ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન નોવાક જોકોવિચ મંગળવારે વર્ષની પ્રથમ ગ્રાન્ડ સ્લેમની સેમિફાઇનલમાં પહોંચ્યો હતો. ૩૩ વર્ષીય જોકોવિચ નવમી વખત ઓસ્ટ્રેલિયન ઓપન ગ્રાન્ડ સ્લેમની સેમિફાઇનલમાં પહોંચ્યો છે. તેણે મંગળવારે ચાર સેટની ક્વાર્ટર ફાઇનલમાં જર્મનીના એલેક્ઝાંડર ઝ્‌વેરેવને પરાજિત કર્યો હતો. જોકોવિચે ત્રણ કલાક અને ૩૦ મિનિટની મેચમાં છઠ્ઠા ક્રમાંકિત ઝવેરેવને ૬-૭, ૬-૨, ૬-૪, ૭-૬ થી પરાજિત કર્યો હતો. જોકોવિચની કારકિર્દી ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટમાં આ ૧૦૧ મા વિજય છે. ૩૩ વર્ષીય જોકોવિચની કારકિર્દી ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટ્‌માં આ ૩૦૧ મો વિજય છે. 

સ્નાયુ તાણની સમસ્યાને કારણે જોકોવિચ તેના પેટની નજીક પેઇનકિલર્સની ટેપ સાથે રમી રહ્યો હતો.સેમિફાઇનલમાં જોકોવિચનો સામનો રશિયાના અસલન કારાત્સેવ સામે થશે. પ્રથમ વખત ગ્રાન્ડ સ્લેમમાં ભાગ લઈ રહેલા આ ખેલાડીએ મુખ્ય ડ્રોમાં સ્થાન બનાવ્યા બાદ પ્રભાવિત કર્યો છે. કારાત્સેવે ઓસ્ટ્રેલિયન ઓપનની સેમિફાઇનલમાં પ્રવેશ કરીને ઇતિહાસ રચ્યો હતો.

સ્ટ્રેલિયન ઓપનની સેમિફાઇનલમાં પ્રવેશ કરીને ઇતિહાસ રચ્યો હતો.