ક્રિકેટ સાઉથ આફ્રિકાના 7 કર્મચારી કોરોના વાયરસથી સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. સોમવારે ક્રિકેટ બોર્ડે આ બાબતની પુષ્ટિ કરી છે. બોર્ડે સમગ્ર દેશમાં સૌથી વધારે સ્ટાફ અને ખેલાડીઓના ટેસ્ટ કરાવ્યા હતા જેમાં પ્રોફેશનલ પ્લેયર સિવાય લીગ ક્રિકેટથી જોડાયેલા ફ્રેન્ચાઇઝી અને ટ્રેનિંગ સ્ટાફ પણ સમાવેશ થાય છે. અહીં સરકારે લોકડાઉનના ત્રીજા ચરણમાં સામાજિક અંતર સાથે સ્પોર્ટ્સ રમવાની મંજૂરી આપી છે. ત્યારબાદ ઘણી જગ્યા પર ક્રિકેટનો પ્રારંભ થયો છે.

સીએસએના સિઈઓ જેક્સ ફોલને જણાવ્યું છે કે અમને ખબર હતી કે ટેસ્ટિંગ સ્ટાફના રિપોર્ટ પોઝિટિવ આવી શકે છે. આ માટે અમે તો લોકોના ટેસ્ટ કરાવ્યા હતા જેમાંથી 7 સંક્રમિત હોવાન રિપોર્ટ આવ્યા છે. એવામાં આ સંખ્યા ઓછી છે, કારણ કે ફોલને એ પણ ખુલાસો નથી કર્યો કે ખેલાડીઓના રિપોર્ટ પોઝિટિવ નથી આવ્યા.તેમણે જણાવ્યું હતું કે મેડિકલ પ્રોટોકોલમા તે લોકો અંગેની જાણકારી જાહેર નહીં કરી શકાય કે જેઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર સોલો નકવેની કોરોનાની ઝપેટ માં આવ્યા પ્રથમ ખેલાડી છે. ગત મહિને તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તેમજ સ્ટાફના સાત જણા સંક્રમિત હોવાની ખબર સામે આવ્યા બાદ ક્રિકેટ ની રમત રમાડવામાં ફરીથી વિઘ્ન આવ્યું છે સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડે 27 જૂનના યોજાનારા સેલીડેરીટી કપને પાછો ઠેલ્યો હતો, બોર્ડે હવે તમામ પક્ષો સાથે વાતચીત બાદ તેનો નિર્ણય લેવાનું નક્કી કર્યું છે.

બોર્ડે જણાવ્યું હતું કે ટુર્નામેન્ટ યોજવા માટે સરકારની મંજૂરી લેવાની સાથે હજુ ઘણા પગલા ભરવાના બાકી છે એવામાં આટલા ઓછા સમયમાં તેને આયોજન કરવામાં વિચારણા કરવું કે નહીં તે અંગે ચર્ચા થઈ શકે છે, અને તુરંત જ નિર્ણય લીધા બાદ આ તારીખનુ એલાન કરવામાં આવશે.

આ મેચમાં 36 ઓવર રમાડવામાં આવશે જેમાં એક સાથે ત્રણ ટીમો રમી શકશે મેચમાં 18-18ના બે હાફ ટાઈમ રહેશે, તેમજ તેમના બન્ને હાગમાં અલગ-અલગ ટિમના 6-6 ઓવરની રમત રમાડવામાં આવશે.