યુવા ખેલાડી પ્રગ્ગનાનન્ધા અને દિવ્યા દેશમુખના નિર્ણાયક વિજયને સહારે ભારતે ચીન જેવા મજબૂત હરિફને ૪-૨થી પછડાટ આપીને ફિડે ઓન લાઈન ચેસ ઓલિમ્પિયાડની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધઓ હતો. ભારતીય ટીમ ટોપ ડિવિઝન પૂલ-એમાં પ્રથમ ક્રમે રહી હતી. હવે ભારત ૨૮મી ઓગસ્ટે ક્વાર્ટર ફાઈનલ રમશે, જેનો હરિફ હવે પછી નક્કી થશે.  ભારત તેના નવમા અને ાખરી પ્રાથમિક રાઉન્ડમાં ચીનની સામે ટકરાયું હતુ અને બંને દેશો વચ્ચે રમાયેલી ચાર બાજી ડ્રો થઈ હતી. જ્યારે ભારતના બંને વિજય અંડર-૨૦ના બોર્ડથી નોંધાયા હતા.

જેના સહારે ભારત વિજે.ા બન્યું હતુ. ૧૫ વર્ષના પ્રગ્ગનાનન્ધાએ ચીનના લીઉ યાનને હરાવીને સતત છઠ્ઠો મુકાબલો જીત્યો હતો. જ્યારે ભૂતપૂર્વ અંડર-૧૦ અને ૧૨ ચેમ્પિયન દિવ્યા દેશમુખે જિનેર ઝુને મહાત કરી હતી. ભારતીય ટીમના કેપ્ટન વિદિત ગુજરાતીએ શાનદાર દેખાવ કરતાં વર્લ્ડ રેન્કિંગમાં ત્રીજો ક્રમાંક ધરાવતા ડિંગ લિરેન સાથેની બાજી ડ્રો કરી હતી. જ્યારે પી. હરિકૃષ્ણાએ પણ યાન્ગયી યુ સામેની બાજી ડ્રો કરી હતી. ભારતે પૂલ-એમાં ૧૭ પોઈન્ટ્સ અને ૩૯.૫ બોર્ડ પોઈન્ટ્સ સાથે ટોચનો ક્રમ મેળવ્યો હતો.

આ સાથે ઓલલાઈન ચેસ ઓલિમ્પિયાડની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશનારી પ્રથમ ટીમ તરીકેની સિદ્ધિ પણ ભારતે મેળવી હતી. અગાઉ ભારતે સાતમા રાઉન્ડમાં જ્યોર્જિયાને ૪-૨થી હરાવ્યું હતુ. જ્યારે આઠમા રાઉન્ડમાં જર્મની સામે ભારતનો ૪.૫-૧.૫થી વિજય થયો હતો.