નવી દિલ્હી

યુકી ભામ્બરી ટેનિસ પ્રીમિયર લીગના ત્રીજા આવૃત્તિમાં દિલ્હી બિન્ની બ્રિગેડનું નેતૃત્વ કરશે.મુંબઈમાં બુધવારે યોજાયેલી ખેલાડીઓની હરાજીમાં ભાંભરીને રૂપિયા ૪.૨૦ લાખમાં ખરીદ્યો હતો. મનિષ સુરેશ કુમાર અને વિશ્વનો ૨૯૪ નંબરનો ખેલાડી થાઇલેન્ડનો પિંગટ્રેન પાલિપ્યુક પણ દિલ્હી તરફથી રમશે. જાેકે આયોજકોએ હજુ સુધી ટૂર્નામેન્ટની તારીખો જાહેર કરી નથી. રામકુમાર રામાનાથનને મુંબઈ લિયોન આર્મી દ્વારા ૪.૫ લાખમાં ખરીદ્યો હતો. ભારતના ટોચના ક્રમાંકિત ખેલાડી પ્રજનેશ ગુન્નેસ્વરનને રાજસ્થાન ટાઇગર્સમાં ૩.૭૦ લાખ, પૂણે જગુઆર્સ દ્વારા સાકેટ માયેનેનીને ૪.૪૦ લાખ, ગુજરાત પેન્થર્સ દ્વારા દિવિજ શરણને ૪.૧૦ લાખ અને ચેન્નઈ સ્ટેલિયન્સના પુરવ રાજાને ત્રણ લાખ રૂપિયામાં સમાવવામાં આવ્યા હતા. ભારતની અંકિતા રૈનાએ મહિલાઓમાં સૌથી વધુ ભાવ ૪.૧૦ લાખમાં હૈદરાબાદના સ્ટ્રાઈકર દ્વારા ખરીદિ હતી, જ્યારે રૂતુજા ભોસાલેને પૂણે જગુઆર્સે ત્રણ લાખમાં ખરીદિ હતી.

ટી.પી.એલ.ની ત્રીજી સીઝનમાં ગ્રેટ બ્રિટનની સમાન્તા મરે શરણ, લાતવિયાની ડિયાના માર્કિએનકેવિકા અને ઉઝબેકિસ્તાનની સબિના શારિપોવા સહિત પાંચ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ જાેઇ શકાય છે.