ઈન્ડીયન પ્રીમીયર લિગ શરૂ થવાને એક મહિનો બાકી છે ત્યારે સોમવારે બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ થઈ છે જેમાં એવો અનુરોધ કરાયો છે કે આઈપીએલ યુએઈના બદલે ભારતમાં રમાવવી જોઈએ. જાણવા મળતી વિગત અનુસાર વકીલ અભિષેક લાગુએ અરજીમાં વધુમાં જણાવ્યું છે કે જો આઈપીએલ 2020 ભારતની બહાર રમાડવામાં આવશે તો દેશને મોટું આર્થિક નુકશાન થશે.

પોતાને ક્રિકેટના ફેન ઓળખાવતા લાગુએ જણાવ્યું હતું કે જો ભારતમાં આઈપીએલ યોજાશે તો વધારે રેવન્યુ કમાઈ શકાશે. કોરોનાને લઈને સરકાર અને વહીવટી તંત્ર દરેક સુરક્ષાના માપદંડોને ધ્યાનમાં રાખીને ભારતમાં આઈપીએલ યોજી શકે છે.