મેલબોર્ને

બુધવારે ઓસ્ટ્રેલિયન ઓપનમાં મોટો અપસેટ થયો હતો. લોડ રેવર એરેનામાં ૨૨વર્ષીય સ્ટેફનોસ સીતીપાસે ક્વાર્ટર ફાઇનલમાં વર્લ્ડ નંબર ૨ રાફેલ નડાલને હરાવીને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દીધો હતો. પ્રથમ બે સેટ ગુમાવ્યા બાદ ગ્રીસના યુવાને જબરદસ્ત પુનરાગમન કર્યું અને મેચ ૩-૬,૨-૬, ૭-૬(૭-૪), ૬-૪, ૭-૫ થી જીતી લીધી. લગભગ ચાર કલાક ચાલેલી આ મેચમાં ત્રણ મેચ પોઇન્ટ્‌સ બચાવવા છતાં રાફેલ નડાલ તેની હાર થી બચી શક્યો નહીં. આ બીજી વખત છે કે ગ્રીસના ખેલાડીએ સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો, જ્યાં તેનો સામનો રશિયાના ડેનિયલ મેદવેદેવ સામે થશે.

સ્ટીફનોસ સીતીપાસની આ જીતને ટેનિસ ઇતિહાસમાં શ્રેષ્ઠ પુનરાગમન તરીકે પણ યાદ કરવામાં આવશે, કેમ કે ઇતિહાસમાં ત્રીજી વખત એવું બન્યું છે કે પ્રથમ બે સેટ જીત્યા બાદ સ્પેનના રાફેલ નડાલ મેચ હારી ગયો છે. જીત પછી સીતાપસે કહ્યું 'હું નિશબ્દ છું, આ વિશ્વસનીય જીત છે. હું શરૂઆતમાં એકદમ નર્વસ હતો. મને ખબર નથી કે બે સેટ પછી શું થયું? બધું મારી તરફેણમાં ગયું.