ન્યૂયોર્ક-

ભૂતપૂર્વ વિશ્વ નંબર વન અને ૨૦૧૨ ચેમ્પિયન એન્ડી મરે ત્રીજા ક્રમાંકિત સ્ટેફનોસ સિત્સીપાસ સામે હાર્યા બાદ યુએસ ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો. ૨૦૧૯ બાદ પ્રથમ વખત સ્ટેડિયમમાં પહોંચેલા દર્શકોએ પણ મરેને પ્રોત્સાહન આપ્યું હતું, પરંતુ ગ્રીસના સિત્સિપાસે છેલ્લે મેચ ૨-૬, ૭-૬ (૭), ૩-૬, ૬-૩, ૬-૪ થી જીતી લીધી હતી. મરે ઉપરાંત ૨૦૧૪ ના ચેમ્પિયન મારિન સિલિક પણ બહાર થઈ ગયો. તે જ સમયે રશિયન ટેનિસ સ્ટાર ડેનિલ મેદવેદેવે પ્રથમ રાઉન્ડમાં રિચાર્ડ ગાસ્કેટને ૬-૪, ૬-૩, ૬-૧થી હરાવીને આગલા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.


જ્યારે મહિલામાં વિશ્વની ૧૩ મી નંબરની સિમોના હાલેપ અને ૧૦ મી નંબરની ગરબાઈન મુગુરુઝાએ યુએસ ઓપનમાં જીત સાથે વર્ષની છેલ્લી ગ્રાન્ડ સ્લેમની શરૂઆત કરી હતી. ઈજાને કારણે ફ્રેન્ચ ઓપન અને વિમ્બલ્ડનમાં ચૂકી ગયેલા રોમાનિયન હાલેપે એક કલાક અને ૩૩ મિનિટ સુધી ચાલેલા પ્રથમ રાઉન્ડની મેચમાં ઈટાલીની કેમિલાને ૬-૪, ૭-૬થી હરાવી હતી. હવે તેનો સામનો સ્લોવાકિયાની ક્રિસ્ટીના કુકોવા સામે થશે, જેણે અન્ના લીને ૭-૫, ૬-૧થી હરાવી હતી. મુગુરુઝાએ ડોના વેકિસને ૭-૬, ૭-૬થી હરાવી હતી. તે જ સમયે બે વખતની યુએસ ઓપન ચેમ્પિયન ઓસાકા જેણે માનસિક સ્વાસ્થ્યના કારણોસર ફ્રેન્ચ ઓપનમાંથી બહાર નીકળ્યા બાદ ચેક રિપબ્લિકની મેરી બોઝુકોવા સામે ૬-૪, ૬-૧ થી વિજય સાથે સકારાત્મક શરૂઆત કરી. બીજી બાજુ કૈયા નેપીએ યુલિયા પુતિનસેવાને ૨-૬, ૭-૬, ૬-૨ થી એનહેલિનાએ મેયર શેરિફને ૪-૬, ૬-૧, ૬-૧ થી અને લૈલા અની ફર્નાન્ડીઝે એના કોન્હુને ૭-૬, ૬-૨ થી હરાવી બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી હતી હતી. સ્લોએન સ્ટીફન્સે દેશબંધુ મેડિસન કીઝને ૬-૩, ૧-૬, ૭-૬ થી હરાવી. સ્ટીફન્સે ૨૦૧૭ માં કીઝને હરાવીને તેનું એકમાત્ર ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું હતું.