દુબઈ-

IPL ગવર્નિંગ કાઉન્સિલના ચેરમેન બ્રિજેશ પટેલે શુક્રવારે 19 સપ્ટેમ્બરથી 8 નવેમ્બરની તારીખો લોક કરી છે. અગાઉ લીગની મેચ મુંબઈ અને તેની આજુબાજુના સેન્ટરમાં આયોજિત કરવાની યોજના હતી. જોકે, દેશમાં કોરોનાના વધતા કેસોને કારણે BCCIએ લીગને વિદેશમાં કરાવાનો નિર્ણય લીધો. યુએઈમાં 2014માં IPLની 20 રમાઈ ચુકી હતી. આથી, BCCIએ આ દેશ પર વિશ્વાસ મુક્યો છે. જોકે, મિલિયન ડોલરવાળી લીગમાં ફેન્સને એન્ટ્રીની આશા ઓછી છે. 30-40% ફેન્સને પ્રવેશનો વિકલ્પ ખુલ્લો છે. ફેન્સને સ્ટેડિયમમાં પ્રવેશની મંજૂરી આપવાનું સરકાર નક્કી કરશે અને તેના માટે અલગ પ્રોટોકોલ હશે. એમિરેટ્સ ક્રિકેટ બોર્ડના જનરલ સેક્રેટરી મુબાશિર ઉસ્માનીએ કહ્યું, ‘હજુ સુધી અમને BCCI તરફથી IPL અંગે કોઈ આધિકારીક પત્ર મળ્યો નથી, પરંતુ અમે આયોજન માટે તૈયાર છીએ’.  

યુએઈમાં શ્રેષ્ઠ માળખાગત સુવિધાઓ, પ્રેક્ટિસ સુવિધાઓ અને ફ્લાઈટ કનેક્ટિવિટી છે. મેચ અબુ ધાબી, દુબઈ અને શારજાહમાં રમાશે. આ ત્રણેય શહેર નજીકમાં જ છે. મોટાભાગના ખેલાડી દુબઈમાં રોકાવાનું પસંદ કરે છે, જ્યાંથી શારજાહ માત્ર 30 મિનિટ અને અબુ ધાબી દોઢ કલાકની ડ્રાઈવ પર છે. ખેલાડી ટીમ બસથી આવ-જા કરી શકે છે.ગયા સપ્તાહે યુએઈમાં કોરોનાના 300 કેસ હતા. યુએઈએ પોતાની ઈન્ટરનેશનલ બોર્ડર 7 જુલાઈથી ખોલી દીધી હતી.