અમદાવાદ-

બીસીસીઆઈની વાર્ષિક સામાન્ય સભા આજે એટલે કે 24 ડિસેમ્બરે અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે યોજાઈ હતી. આ બેઠક બાદ મહત્વની જાણકારી સામે આવી છે કે આઈપીએલમાં હવેથી 10 ટીમો રમશે. અત્યાર સુધી આઈપીએલમાં 8 ટીમો જ રમતી હતી. પરંતુ હવે 2022માં વધુ 2 ટીમનો સમાવેશ થશે. તેમાંથી એક ટીમ અમદાવાદની હોય શકે છે.

બીસીસીઆઈની આ મહત્વની બેઠકમાં 2 ટીમ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાંથી એક ટીમ અમદાવાદની હોય શકે છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા(BCCI)ની અત્યારે અમદાવાદ ખાતે 89મી ઍન્યુઅલ જનરલ મીટિંગ (AGM)ચાલી રહી છે. આ AGMમાં બોર્ડે જાહેર કર્યું છે કે 2022થી IPLમાં 8ની જગ્યાએ 10 ટીમો ભાગ લેશે. જે નવી 2 ટીમોનો સમાવેશ થયો છે, તેમાંથી એક ટીમ ગુજરાતની હશે. ગુજરાતની ટીમ નવનિર્મિત મોટેરા સ્ટેડિયમને પોતાનું હોમગ્રાઉન્ડ બનાવશે.