નવીદિલ્હી 

'ધ ક્રિકેટ મન્થલી' એ જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા એક દસકામાં (1 જાન્યુઆરી 2010 થી 31 ડિસેમ્બર 2019 સુધી) વિરાટ કોહલી દુનિયાનો સૌથી વ્યસ્ત ક્રિકેટર રહ્યો છે અને તે સૌથી વધારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો છે. આંકડા મુજબ વિરાટ આ દસકા દરમ્યાન કુલ 668 દિવસ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો છે જેમાં 366 દિવસ ટેસ્ટ મેચ, 227 દિવસ વન-ડે અને 75 દિવસ ટી20 મેચ સામેલ છે. વિરાટે 2008માં પોતાના ઈન્ટરનેશનલ ક્રિકેટ કરીઅરની શરુઆત કરી હતી.

આ યાદીમાં વિરાટ બાદ બીજા ક્રમે શ્રીલંકન પ્લેયર એન્જેલો મેથ્યુઝ છે જે 608 દિવસ ઈન્ટરનેશનલ ક્રિકેટ રમ્યો છે. એન્જેલો મેથ્યુઝ 352 દિવસ ટેસ્ટ મેચ, 196 દિવસ વન-ડે મેચ અને 60 દિવસ ટી20 મેચ રમ્યો છે. ત્રીજા અને ચોથા નંબરે અનુક્રમે ઈંગ્લેન્ડનો સ્ટુઅર્ટ બ્રોડ અને ન્યુઝીલેન્ડનો રોસ ટેલર છે જે અનુક્રમે 593 દિવસ અને 571 દિવસ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 568 દિવસ ક્રિકેટ રમીને ઈંગ્લેન્ડનો જો રૂટ પાંચમા ક્રમે છે.