મુંબઈ,તા.૧૪

રણજી ટ્રોફી ૨૦૨૪ની ફાઇનલમાં મુંબઈની ટીમે વિદર્ભને ૧૬૯ રનથી હરાવીને ૪૨મી વખત ટાઈટલ પર કબજાે કર્યો હતો. મેચમાં ટીમના સિનિયર બેટ્‌સમેન ધવલ કુલકર્ણીએ બંને ઇનિંગ્સમાં કુલ ચાર વિકેટ ઝડપી હતી. ધવલ કુલકર્ણીની કારકિર્દીની આ છેલ્લી ફર્સ્ટ ક્લાસ મેચ હતી. આ મેચમાં તેણે છેલ્લી વિકેટ લઈને પોતાની ટીમને ખિતાબ અપાવ્યો હતો. આ ખાસ અવસર પર મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં તેની પત્ની અને લાડલી દીકરી પણ હાજર હતી.મુંબઈને ચેમ્પિયન બનાવ્યા બાદ ધવલ કુલકર્ણીએ તેની પત્ની શ્રદ્ધા ખારપુડેને ગળે લગાવી હતી. તેની પુત્રીએ પણ તેના ખાસ દિવસે તેના પિતાને ગળે લગાવ્યા. ધવલ કુલકર્ણીની આ ૨૮૧મી ફર્સ્ટ ક્લાસ મેચ હતી.મુંબઈ માટે આ જાેરદાર પ્રદર્શન બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ પણ ધવલ કુલકર્ણીને અભિનંદન પાઠવ્યા હતા. રોહિતે પોતાના સોશિયલ મીડિયા પર લખ્યું, ‘મુંબઈના યોદ્ધા, તમને આ શાનદાર કારકિર્દી માટે ખૂબ ખૂબ અભિનંદન.’ ધવલ કુલકર્ણીએ પણ મુંબઈ ટીમ ઈન્ડિયા માટે ડેબ્યુ કર્યું છે. તે ભારત માટે ૧૨ ર્ંડ્ઢૈં અને ૨ ્‌૨૦ મેચમાં જાેવા મળ્યો છે.ધવલ કુલકર્ણીની ડોમેસ્ટિક ક્રિકેટની સફર શાનદાર રહી છે. ધવલ મુંબઈ માટે ૯૫ ફર્સ્ટ ક્લાસ અને ૧૩૦ લિસ્ટ છ મેચમાં જાેવા મળ્યો હતો.