અમેરિકાની દિગ્ગજ ટેનિસ ખેલાડી બહેનો સેરેના વિલિયમ્સ અને વિનસ વિલિયમ્સ સોપ્રથમ ટોપ સીડ ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં સામસામે ટકરાશે. કોરોના વાયરસને કારણે અટકી ગયેલા ટેનિસનું હવે પુનરાગમન થઈ રહ્યું છે અને પાંચ વર્ષ મહિના બાદ ટેનિસ સરકિટનો પ્રારંભ થઈ રહ્યો છે. પહેલી વાર રમાઈ રહેલી ટોપ સીડ ટેનિસ ઓપનમાં આ વખતે સેરેના અને વિનસ વિલિયમ્સ વચ્ચેનો મુકાબલો રસપ્રદ બની રહેશે. 

23 ગ્રાન્ડસ્લેમ જીતી ચુકી છે સેરેના વિલિયમ્સ ભૂતપૂર્વ નંબર વન વિનસે અન્ય એક ભૂતપૂર્વ નંબર વન વિકટોરિયા અઝારેન્કા સામેના એકતરફી મુકાબલામાં 6-3, 6-2થી આસાન વિજય હાંસલ કર્યો હતો. ત વખતની ગ્રાન્ડસ્લેમ વિજેતા વિનસ હવે આગામી રાઉન્ડમાં તેની નાની બહેન સેરેના વિલિયમ્સ સામે ટકરાશે. સેરેના વધારે પ્રતિભાશાળી છે અને તે 23 ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીતી ચૂકી છે. સેરેનાએ અન્ય એક મુકાબલામાં અમેરિકાની જ વનાર્દા પેરાને ત્રણ સેટમાં 4-6, 6-4, 6-1થી હરાવી હતી. બંને બહેનો વચ્ચે અત્યાર સુધીમાં 30 મેચ રમાઈ છે જેમાંથી સેરેનાએ 18 મેચ જીતી છે. રેના 38 વર્ષની છે તો વિનસ 40 વર્ષની છે.