મુંબઇ

આઈપીએલની મેચમાં રાજસ્થાન રોયલ્સે દિલ્હી કેપિટલ્સને ૩ વિકેટે હરાવી હતી. રાજસ્થાનની જીતના હીરો ક્રિસ મૌરિસ અને ડેવિડ મિલર હતા. મૌરીસે ૧૮ બોલમાં અણનમ ૩૬ રન બનાવ્યા અને તેણે છેલ્લી ૨ ઓવરમાં ૪ સિક્સર ફટકારી હતી. બીજી તરફ ડેવિડ મિલરે પણ ૬૨ રનની ઇનિંગ્સ રમી હતી. આ જીત સાથે રાજસ્થાનએ આ સિઝનમાં પ્રથમ જીત નોંધાવી છે.રાજસ્થાનએ પાવરપ્લેમાં જ ૩ વિકેટ ગુમાવી દીધી હતી. પહેલા મનન વોહરા ગયા અને તે પછી વોક્સે જોસ બટલરને પણ આઉચ થયો હતો. રબાડાએ રાજસ્થાનના કેપ્ટન સેમસનનો શિકાર કર્યો.

અવવેશ ખાને શિવમ દુબે અને રાયન પરાગની વિકેટ લીધી હતી. આ પછી રાહુલ તેવાતીયાએ ૧૭ બોલમાં ૧૯ રન બનાવ્યા. ડેવિડ મિલરે એકલા રાજસ્થાનને બચાવવાનો પ્રયાસ કર્યો અને માત્ર ૪૩ બોલમાં ૬૨ રન બનાવ્યા. જો કે અવવેશ ખાને તેની વિકેટ લીધી હતી. જો કે અંતે મોરિસે રાજસ્થાનને વિજય અપાવ્યો. રાજસ્થાન રોયલ્સના ટોપ-૩એ રનચેઝમાં નિરાશાજનક દેખાવ કર્યો હતો. ત્રણેય સિંગલ ડિજિટમાં આઉટ થયા હતા. જોસ બટલર ૨ રને ક્રિસ વોક્સની બોલિંગમાં કીપર બટલરના હાથે કેચ આઉટ થયો હતો. જ્યારે મનન વોહરા પણ ૯ રને વોક્સનો જ શિકાર થયો હતો. તો સંજુ સેમસન ૪ રને રબાડાની બોલિંગમાં ધવન દ્વારા કેચ આઉટ થયો હતો.

રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને આઈપીએલ ૨૦૨૧ની સાતમી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ટોસ જીતીને બોલિંગ કરવાનો ર્નિણય લીધો હતો. રાજસ્થાને પોતાની ટીમમાં ૨ બદલાવ કર્યા હતા. બેન સ્ટોક્સ અને શ્રેયસ ગોપાલની જગ્યાએ ડેવિડ મિલર અને જયદેવ ઉનડકટને ટીમમાં સ્થાન મળ્યું હતું. જ્યારે દિલ્હીની ટીમમાં પણ ૨ ફેરફાર કરવામાં આવ્યા હતા. શિમરોન હેટમાયર અને અમિત મિશ્રાની જગ્યાએ કગીસો રબાડા અને લલિત યાદવને ચાન્સ આપવામાં આવ્યો હતો.