દુબઈ -

પાકિસ્તાનના યુવા ઝડપી બોલર શાહીન આફ્રિદીએ વિટાલિટી બ્લાસ્ટ સામે કમાલની બોલિંગ કરી. ૪ યૉર્કર અને ચારેય વખત સ્ટમ્પ ઉખાડી દેનારી અદ્ભત ઘટનાને તેણે અંજામ આપ્યો. શાહીને હૈમ્પશાયર કાઉન્ટી માટે દમદાર રમતનું પ્રદર્શન કર્યું. મિડલસેક્સના બેટ્‌સમેનો સામે શાહીન આફ્રિદીની બોલિંગ શાનદાર હતી. શાહીને જ્હોન સિમ્પસન, સ્ટીવ ફિમન, થિલન વાલાવિતા અને ટિમ મુરતાગને સતત ૪ બૉલ પર આઉટ કર્યા. 

તેણે ૧૯ રન આપીને ૬ વિકેટ લીધી. આ હેમ્પશાયર કાઉન્ટી માટે કોઈ પણ બૉલરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્ય્šં. શાહીને રવિવાર પહેલા સીઝનમાં ૧૯૧ રન આપીને ફક્ત ૧ વિકેટ લીધી હતી, પરંતુ આ મેચમાં તેણે બધી જ ખામી પૂર્ણ કરી દીધી. હેમ્શાયરની ટીમ પોતાની નિર્ધારિત ૨૦ ઑવરમાં ૯ વિકેટે ૧૪૧ રન બનાવ્યા હતા. મિડલસેક્સે રનની ગતિ વધારવાના પ્રયત્નમાં શાહીનને વિકેટ આપી દીધી. ટીમ જવાબમાં ૧૨૧ રન પર ઑલઆઉટ થઈ ગઈ. આ હેમ્પશાયરની સીઝનની પહેલી જીત હતી.