રાયપુર 

માર્ગ સલામતી ટી ૨૦ વર્લ્ડ ક્રિકેટ સિરીઝની સ્પર્ધામાં આજે ઇન્ડિયા લેજન્ડ્‌સ અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને ૫૬ રનના મોટા અંતરે પરાજિત કર્યું હતું. ભારત તરફથી સચિન તેંડુલકરે સૌથી વધુ ૬૨ રન બનાવ્યા હતા. તે જ સમયે યુસુફ પઠાણે સૌથી વધુ ૩ વિકેટ લીધી હતી. યુવરાજે મેચમાં શાનદાર ઇનિંગ્સ પણ રમી હતી. જેમાં ૫૨ રન બનાવ્યા હતા અને બે વિકેટ પણ લીધી હતી. દક્ષિણ આફ્રિકા તરફથી મોર્ને વેઇન વિકે ૪૮ અને એન્ડ્ર્યૂ પુટિકે ૪૧ રનનું યોગદાન આપ્યું હતું.

પ્રથમ બેટિંગ કરતી વખતે ૨૦૪ રન બનાવ્યા. મેચમાં શાનદાર બેટિંગ કરતા સચિન તેંડુલકરે ૩૭ બોલમાં ૬૦ રનની દોડધામભર્યા ઇનિંગ્સ રમી હતી. સચિનના આઉટ થયા બાદ બેટિંગ કરવા આવેલા યુવરાજસિંહે પણ ઝડપી બેટિંગ પ્રદર્શન બતાવ્યું હતું. ૨૨ બોલમાં ૫૨ રન બનાવ્યા બાદ યુવરાજ અણનમ રહ્યો. ટીમ ઈન્ડિયાના ઓપનર વિરેન્દ્ર સેહવાગે ૬, સચિન ૬૦, બદ્રીનાથ ૪૨, યુવરાજ સિંઘ ૫૨, યુસુફ પઠાણ ૨૩ અને ગોનીએ ૧૬ રનનું યોગદાન આપ્યું હતું.

જોકે ૨૦૫ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી આફ્રિકન ટીમે સારી શરૂઆત કરી હતી પણ દબાવ માં વિકેટો ગુમાવી હતી. મુલાકાતી ટીમ ૨૦ ઓવરમાં સાત વિકેટ ગુમાવીને ૧૪૮ રન કરી શકી હતી. અલ્વારો પીટરસન (૭), જેન્ડર ડી બ્રુયન (૧૦) અને લૂટ્‌સ બોસમેન (૦) રનનું યોગદાન આપ્યું હતું. અંતિમ ૧૮ બોલમાં ૭૫ રનની જરૂર હતી.કેપ્ટન જોન્ટી રહોડ્‌સ ૨૨ રને અણનમ પરત ફર્યો હતો.