મોતીબાગ

રવિવારથી શરૂ થયેલી સૈયદ મુસ્તાક અલી ટ્રોફી રાષ્ટ્રીય ટી ૨૦ ટૂર્નામેન્ટની વડોદરા ના મોતીબાગ ગ્રાઉન્ડ પર રમાયેલી એલિટ ગ્રુપ સી ની મેચ માં અરજણ નાગાસ્વાલાની ઘાતક બોલિંગ થી ગુજરાતે મહારાષ્ટ્રને ૨૯ રનથી હરાવ્યું હતું. ગુજરાત ના કેપ્ટન અક્ષર પટેલ ની આગેવાની માં પેહલા બેટિંગ કરતા ગુજરાતે આઠ વિકેટે ૧૫૭ રન બનાવ્યા હતા અને ત્યારબાદ મહારાષ્ટ્રને ૧૨૮ રનમાં ઓલ આઉટ થયું હતું. નાગાસ્વાલાએ ૧૯ રનમાં ૬ વિકેટ ઝડપી હતી. ૧૫૮ રન ના ટાર્ગેટ ને ચેઝ કરવા ઉતરેલી મહારાષ્ટ્ર ની ટીમ ની શરૂઆત સારી રહી ના હતી અને ૩૯ રન માં રુતુરાજ ગાયકવાડ ૨૬, રાહુલ ત્રિપાઠી ૫ અને કેદાર જાધવ ૭ રન કરી પેવેલિયન ભેગા થઇ હતા. બીજા કોઈ બેટ્‌સમેન પીચ પર ટકી શક્યા ન હતા અને પુરી ટીમ ૧૯.૩ ઓવેર માં ૧૨૮ રન કરી શકી હતી. 

જયારે હિમાચલ પ્રદેશ પણ છત્તીસગઢ ને ૩૨ રને હરાવીને જીત સાથે તેમના અભિયાનની શરૂઆત કરી હતી. પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યા બાદ હિમાચલે રવિ ઠાકુરની ૫૩ રનની મદદથી પાંચ વિકેટ પર ૧૭૩ રન બનાવ્યા હતા. છત્તીસગઢ અમનદીપ ખારેના અણનમ ૮૭ રન હોવા છતાં આઠ વિકેટે ૧૪૧ રન બનાવી શક્યો હતો.