હૈદરાબાદ-

કોવિડ-19ના કારણે આ વર્ષ IPLનું આયોજન 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી સંયુકત અરબ અમીરાત UAEમાં રમાશે. ક્રિકેટના મેદાનથી લાંબા સમયથી દુર ચેન્નઈ સુપર કિંગ્સ ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હવે ઈન્ડિયન પ્રીમિયર લીગની 2020 સીઝન પહેલા એક અઠવાડિયાના પ્રશિક્ષણ શિબિર માટે આજે ચેન્નઈ પહોંચશે.

સુત્રોના જણાવ્યા અનુસાર ધોનીએ રાંચીની એક હોસ્પિટલમાં ટીમની મોનૂ કુમાર સિંહની સાથે શિબિરમાં સામેલ થયા પહેલા કોરોના ટેસ્ટ માટે સેમ્પલ આપ્યા હતા. ગરુવારના રોજ બંન્નેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ હવે ચેન્નઈ સુપર કિંગ્સના ટ્રેનિંગ કેમ્પમાં જોડાશે. ચેન્નઈમાં 15 ઓગ્સ્ટથી કેમ્પ શુર થશે.