પેરિસ

રોહન બોપન્ના અને તેના ક્રોએશિયન સાથી ફ્રાન્કો કુગોરને સોમવારે અહીં પુરૂષોની ડબલ્સ ક્વાર્ટર ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો. જેણે ફ્રેન્ચ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં ભારતના અભિયાનને સમાપ્ત કર્યું. એક કલાક અને ૧૭ મિનિટ સુધી ચાલેલી મેચમાં બોપન્ના અને કુગોર સ્પેનિશ જાેડી પાબ્લો અંધુજાર અને પેડ્રો માર્ટિનેઝ સામે સીધા સેટમાં ૫-૭ ૩-૬ થી હારી ગયા.

રવિવારે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ભારત અને ક્રોએશિયાની અનસીડ જાેડી નેધરલેન્ડ્‌સની માતવે મિડલકુપ અને અલ સાલ્વાડોરના માર્સેલો અરેવાલો સામે વોકઓવર પ્રાપ્ત કરી છે. ગયા અઠવાડિયે દિવિજ શરણ અને અંકિત રૈના અનુક્રમે પુરુષ અને મહિલા ડબલ્સમાં પ્રથમ રાઉન્ડની મેચ હારી ગયા હતા. સિંગલ્સ કેટેગરીમાં સુમિત નાગલ, રામકુમાર રામાનાથન, પ્રજનેશ ગુનેસ્વરન અને અંકિતા મુખ્ય ડ્રોમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહ્યા.