સ્પેન

મેસ્સીના શાનદાર પ્રદર્શનથી બાર્સિલોનાએ ઓસાસુનાને ૨-૦ થી હરાવીને સ્પેનિશ ફૂટબૉલ લીગ લા લિગામાં પોતાનું બીજું સ્થાન જાળવી રાખ્યું હતું. મેસીએ ૩૦ મી મિનિટમાં જોર્ડી આલ્બાને માટે ગોલ કરવામાં મદદ કરી. જેનાથી બાર્સેલોના ૧-૦ થી લીડ મેળવી શક્યું.

ત્યારબાદ ૮૩ મી મિનિટમાં ૧૮ વર્ષીય એલેક્સ મોરિબાએ તેની સુંદર પાસ પર બીજો ગોલ કર્યો. બાર્સિલોના લીગની છેલ્લી ૧૬ મેચથી અજેય છે અને તેણે ૨૬ મેચોમાં ૫૬ પોઇન્ટ મેળવ્યા છે.તે એટલીટીકો મેડ્રિડથી બે પોઇન્ટ પાછળ છે જેણે અત્યાર સુધી ૨૪ મેચ રમી છે. રીઅલ મેડ્રિડ ૨૫ મેચોમાં ૫૩ પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને છે. અન્ય મેચોમાં એલ્ચીએ સેવિલાને ૨-૧થી, વેલ્લાડોલિડે ગેટાફેને ૨-૧થી અને કેડિઝે ઇબરને ૧-૦થી હરાવ્યો.