નવી દિલ્હી,તા૧૪

બાંગ્લાદેશે શ્રીલંકા સામે સફેદ બોલની શ્રેણી માટે ટીમની જાહેરાત કરી છે. ODI વર્લ્ડ કપમાં પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમનાર અનુભવી ઓલરાઉન્ડર મહમુદુલ્લાહની ટીમમાં વાપસી થઈ છે. શાકિબ અલ હસને આંખની સમસ્યાને કારણે સિરીઝમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચ ૪ માર્ચથી રમાશે. બાંગ્લાદેશે શ્રીલંકા સામેની T20 ઈન્ટરનેશનલ સીરીઝ અને બે ર્ંડ્ઢૈં માટે ટીમની જાહેરાત કરી છે. ODI વર્લ્ડ કપ બાદ મહમુદુલ્લાહ બાંગ્લાદેશ ટીમમાં પરત ફર્યો છે. અનુભવી ઓલરાઉન્ડર શાકિબ અલ હસને આંખની ચિંતાને કારણે સિરીઝમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે.મહમુદુલ્લાહ હાલમાં બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં પોતાનું કૌશલ્ય બતાવી રહ્યો છે. ફોર્ચ્યુન બરીશાલ તરફથી રમતા મહમુદુલ્લાહે ૮ મેચમાં ૩૦.૬૬ની એવરેજથી ૧૮૪ રન બનાવ્યા છે. તેનો શ્રેષ્ઠ સ્કોર ૭૩ રન છે, જે તેણે મીરપુરમાં દૂરદાંતો ઢાકા સામે બનાવ્યો હતો. બાંગ્લાદેશે શ્રીલંકા સામેની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે ઓફ સ્પિનર એલિસ અલ ઈસ્લામનો સમાવેશ કર્યો હતો. ઇસ્લામે મ્ઁન્માં કોમિલા વિક્ટોરિયન્સ માટે પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું. તેણે ૬ મેચમાં ૮ વિકેટ લીધી હતી. મોહમ્મદ નઈમ શેખ અને અનામુલ હક બિજાેયને ્‌૨૦ ટીમમાં પરત બોલાવવામાં આવ્યા છે. તસ્કીન અહેમદ ઈજા બાદ પરત ફર્યો છે અને તે ODI અને T20 બંને શ્રેણીનો ભાગ છે.હસન મહમૂદ, રોની તાલુકદાર, અફીફ હુસૈન ધ્રુબો, તનવીર ઈસ્લામ, મેહદી હસન મિરાજ અને શમીમ હુસૈનને ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે T20 ઈન્ટરનેશનલ સિરીઝ ૪ માર્ચથી શરૂ થશે.