લંડન

ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમે ભારત સામે ૪ ઓગસ્ટથી શરૂ થનારી ૫ મેચોની ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે મેચ માટે ૧૭ સભ્યોની ટુકડીની જાહેરાત કરી છે. ટીમમાં આ મેચ માટે બેન સ્ટોક્સ, જોસ બટલર, જોની બેરસ્ટો અને સેમ કુરાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બધા ખેલાડીઓ ન્યુઝીલેન્ડ સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીમાં સામેલ ન હતા. આ શ્રેણી પછી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અંતિમ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. ઇજાના કારણે જોફ્રા આર્ચર અને ક્રિસ વોક્સનો આ બે ટેસ્ટ મેચમાં સમાવેશ કરવામાં આવ્યો નથી.

આ ટીમમાં ઓલી રોબિન્સનને પણ તક આપવામાં આવી છે. તેણે ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ મેચની શરૂઆત કરી હતી, પરંતુ જૂની ટિ્‌વટ્‌સના વિવાદ બાદ ઇસીબી દ્વારા તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. તેના પર જાતિવાદી અને મહિલા વિરોધી ટ્‌વીટ કરવાનો આરોપ હતો. ટીમમાં નવા નામોમાં હસીબ હમીદનું નામ શામેલ છે. ૨૦૧૬ માં ભારતના પ્રવાસ દરમિયાન હમીદે છેલ્લે ત્રણ મેચની શ્રેણી માટે ઇંગ્લેન્ડની ટીમમાં જોડાયો હતો. જોકે નબળા ફોર્મ બાદ તેને બાદ કરવામાં આવ્યો હતો, તેણે આ સિઝનમાં શાનદાર પ્રદર્શનથી પુનરાગમન કર્યું છે. ઓપનરે કાઉન્ટી ચેમ્પિયનશીપમાં નવ મેચોમાં ૪૫.૮૫ ની સરેરાશથી ૬૪૨ રન બનાવ્યા, જેમાં બે સદી અને ચાર અડધી સદીનો સમાવેશ છે. ગયા મહિને હમીદને ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝની ઇંગ્લેન્ડની ટીમમાં કવર તરીકે પણ શામેલ કરવામાં આવ્યો હતો.

ઇંગ્લેન્ડની ટીમ નીચે મુજબ છે.

જો રૂટ (સી), જોસ બટલર, જેક લીચ, ઓલી પોપ, જેક ક્રોલી, જેમ્સ એન્ડરસન, ડોમ બેસ, સેમ કુરાન, ઓલી રોબિન્સન, હસીબ હમીદ, ડોમ સિબ્લી, ડેન લોરેંસ, બેન સ્ટોક્સ, સ્ટુઅર્ટ બ્રોડ, રોરી બર્ન્સ, માર્ક વુડ.