મેલબોર્ન

વિશ્વના નંબર વન અને આઠ વખતના ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન નોવાક જોકોવિચ ગુરુવારે વર્ષના પ્રથમ ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં પહોંચ્યો છે. ૩૩ વર્ષીય જોકોવિચ નવમી વખત ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં પહોંચ્યો છે. તેના ૧૮ મા ગ્રાન્ડસ્લેમ ટાઇટલથી એક જીત દૂર છે. જોકોવિચે સેમિફાઇનલમાં રશિયાના અસલાન કારાત્સેવને ૬-૩, ૬-૪, ૬-૨ થી હરાવી હતી હરાવ્યો હતો. રવિવારે ફાઇનલમાં તે ડેનિલ મેદવેદેવ અને સ્ટીફનોસ સીટિપાસ વચ્ચે બીજી સેમિ ફાઇનલના વિજેતાનો સામનો કરશે. જોકોવિચ ઓસ્ટ્રેલિયન ઓપનમાં સેમિફાઇનલમાં ક્યારેય હાર્યો નથી. એટલું જ નહીં તે જ્યારે પણ અહીં ફાઇનલમાં પહોંચ્યો ત્યારે આ ખિતાબ જીત્યો છે. રશિયન ક્વોલિફાયર કરાત્સેવ તેની પ્રથમ ગ્રાન્ડ સ્લેમમાં સેમિફાઇનલમાં પહોંચનારો પહેલો ખેલાડી હતો પરંતુ જોકોવિચ સામે નિસહાય થયો હતો.