દોહા

ભારતીય ટેનિસ ખેલાડીઓ મણિકા બત્રા અને સુતીર્થ મુખર્જીએ રવિવારે ટોક્યો ઓલિમ્પિકમાં ટિકિટ મેળવવાના પ્રયાસના ભાગરૂપે વર્લ્ડ સિંગલ્સ ક્વોલિફાયરમાંની મહિલા નોકઆઉટ તબક્કાની શરૂઆતના રાઉન્ડમાં પોતપોતાની મેચ જીતી લીધી હતી.મણિકાએ બલ્ગેરિયાની મારિયા યોવકોવા સામે ૧૧-૫, ૧૧-૭, ૧૧-૪, ૧૧-૦ થી શાનદાર વિજય નોંધાવ્યો. મુખર્જીએ ચોથી રમતમાં લિસા લંગે ટક્કર આપી હતી પરંતુ ભારતીય ખેલાડીએ ૧૧-૩, ૧૧–૫, ૧૧–૭, ૧૨-૧૦ થી મેચ જીતી હતી. પુરુષ સિંગલ્સ મેચોમાં અચિંતા શરત કમલ અને જી સથિઆને ઇટાલિયન ખેલાડીઓ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. સાથીયાનને મિહાઇ બોબોસીયાએ ૧૧-૭, ૧૧-૬, ૧૧-૮, ૧૧-૫ થી હાર આપી હતી જ્યારે શરતને નાયગોલ સ્ટોયોનોવ ૧૧-૯, ૬-૧૧, ૮-૧૧, ૪-૧૧, ૧૧-૮, ૧૦-૧૨ થી હરાવ્યો હતો. આ ટૂર્નામેન્ટમાંથી ચાર પુરુષો અને પાંચ મહિલા ખેલાડીઓને ઓલિમ્પિક ક્વોટા મળશે.