રોમ

વર્લ્ડ નંબર ૨ જાપાનની નાઓમી ઓસાકા ચાલુ ઇટાલિયન ઓપન ટેનિસ ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડમાં હારી ગઈ હતી અને તે સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ હતી. એક મીડિયા રિપોર્ટ અનુસાર વર્લ્ડ નંબર ૩૧ અમેરિકાની જેસિકા પેગુલાએ પ્રથમ રાઉન્ડમાં બાય મેળવનાર ઓસાકાને બીજા રાઉન્ડમાં ૭-૬ (૭-૨) ૬-૨થી હરાવી હતી. ૨૩ વર્ષીય ઓસાકાને પરાજિત કર્યા પછી પેગુલાએ તેની કારકિર્દીની અત્યાર સુધીની સૌથી મોટી જીત નોંધાવી છે. 

ઓસાકા મેડ્રિડ ઓપનમાં બીજા રાઉન્ડમાં પણ હારી ગઈ હતી. આ દરમિયાન મેડ્રિડ ઓપનની ફાઇનલમાં હારી ગયેલી વિશ્વની નંબર -૧ ઓસ્ટ્રેલિયાની એશ્લે બાર્ટીએ કઝાકિસ્તાનના યરોસ્લાવા શ્વેડોવાને ૬-૪, ૬-૧ થી હરાવીને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો.