રોનાલ્ડોએ મેસ્સીની બાદશાહત ખતમ કરી,2021માં સૌથી વધુ કમાણી કરનાર ફૂટબોલર બન્યો
23, સપ્ટેમ્બર 2021

દિલ્હી-

પોર્ટુગીઝ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ૨૦૨૧ માં આજેર્ન્ટિનાના લિયોનલ મેસ્સીને પછાડીને સૌથી વધુ કમાણી કરનાર ફૂટબોલર બની ગયો છે. ફોર્બ્સના જણાવ્યા અનુસાર આ સિઝનમાં ટોચના દસ કમાણી કરનારા ફૂટબોલરોની કર આવક ૫૮૫ મિલિયન યુએસ ડોલર હતી, જે ગયા વર્ષે ૫૭૦ મિલિયન ડોલર હતી. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો માન્ચેસ્ટર યુનાઇટેડનો ભાગ છે જ્યારે મેસ્સીને પીએસજી સાથે રમવા માટે સાઇન કરવામાં આવ્યો છે.

પીએસજીમાં સૌથી વધુ પગાર મેળવનાર ત્રણ ફૂટબોલરો

પેરિસ સેન્ટ-જર્મૈન ક્લબમાં સૌથી વધુ કમાણી કરનારા પાંચ ફૂટબોલરોમાંથી ત્રણનો સમાવેશ થાય છે. આ વર્ષે મેસ્સીએ પણ પીએસજી માટે રમવાનું નક્કી કર્યું. તેના સિવાય ૨૯ વર્ષીય નેમાર પણ આ ક્લબનો ભાગ છે, જે આ વર્ષે કમાણીની દ્રષ્ટિએ ત્રીજા સ્થાને છે અને તેની કમાણી ૯૫ મિલિયન ડોલર છે. જ્યારે ૨૨ વર્ષીય કિલિયન એમબાપ્પે ચોથા નંબરે છે, જે આ વર્ષે ૪૩ મિલિયન યુએસ ડોલરની કમાણી કરે છે.

૨૦૨૧ માં સૌથી વધુ કમાણી કરનાર ફૂટબોલરો

નામ કુલ કમાણી (ડોલરમાં)

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ૧૨૫ મિલિયન

 લાયોનેલ મેસ્સી ૧૧૦ મિલિયન

 નેમાર ૯૫ મિલિયન

 કાયલીયન એમ્બાપ્પે ૪૩ મિલિયન

 મોહમ્મદ સાલેહ ૪૧ મિલિયન

 રોબર્ટ લેવાન્ડોવસ્કી ૩૫ મિલિયન

 એન્ડ્રેસ ઈનિએસ્ટા ૩૫ મિલિયન

 પોલ પોગ્બા ૩૪ મિલિયન

 ગેરેથ બેલ ૩૨ મિલિયન

 એડન હેઝાર્ડ ૨૯ મિલિયન

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution