14, ડિસેમ્બર 2020
891 |
નવી દિલ્હી
બિગ બેશ લીગમાં હોબાર્ટ હરિકેન્સ અને એડિલેડ સ્ટ્રાઇકર્સ વચ્ચેની મેચમાં ડાર્સી શોર્ટની ઇનિંગ્સ થકી હોબાર્ટ 11 રને જીત્યું. એડિલેડની ટીમ ભલે મેચ હારી ગઈ, પરંતુ રાશિદ ખાને કરેલા એક અદભુત કેચના લીધે સોશિયલ મીડિયા પર રાશિદ અને તેની ટીમ ચર્ચાનો વિષય બની.
રાશિદે બાઉન્ડ્રી પર કોલીન ઈંગ્રામનો શાનદાર કેચ કર્યો. તેણે કૂદકો મારીને બોલને પકડ્યો હતો. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાઇરલ થઈ રહ્યો છે.
પીટર સિડલની બોલિંગમાં ઈંગ્રામે સિક્સ માટે શોટ રમ્યો. બોલ બાઉન્ડ્રીની બહાર જઈ રહ્યો હતો. રાશિદે કેચ પકડ્યો અને તે પોતે બાઉન્ડ્રીની બહાર જઈ રહ્યો હોવાથી તેણે બોલને અંદર નાખ્યો અને ગ્રાઉન્ડ પર પરત ફરીને કેચ કમ્પ્લીટ કર્યો.
હોબાર્ટે 20 ઓવરમાં 174 રન બનાવ્યા, જવાબમાં એડિલેડ 163 રન જ કરી શક્યું. જેમ્સ ફોકનરે 3 વિકેટ લીધી, જ્યારે જોહાન બોથા અને રિલે મેરેડીથે 2-2 વિકેટ ઝડપી.