મુંબઇ

ક્રિકેટર વિરાટ કોહલી 2020 માં 23.77 કરોડ યુએસ ડોલરની બ્રાન્ડ વેલ્યુ સાથે સતત ચોથા વર્ષે સૌથી વધુ મૂલ્યવાન ભારતીય સેલિબ્રિટી બન્યા છે. આ યાદીમાં બીજું નામ બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારનું છે અને ત્રીજા સ્થાને રણવીર સિંહ છે.

બ્રાન્ડ વેલ્યુએશન વર્ણવતી કંપની ડફ એન્ડ ફેલ્પ્સ એ આ માહિતી જાહેર કરી હતી. આ યાદીમાં શાહરૂખ ખાન 5.11 મિલિયન ડોલરના મૂલ્યાંકન સાથે ચોથા સ્થાને છે. દીપિકા પાદુકોણ 5.04 મિલિયન ડોલર સાથે પાંચમા ક્રમે અને આલિયા ભટ્ટ છઠ્ઠા ક્રમે છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 2020 માટે ટોચના 10 સૌથી કિંમતી હસ્તીઓની યાદીમાં કોહલી એકમાત્ર વ્યક્તિ છે જે ફિલ્મ ઉદ્યોગની બહારની છે અને યાદીમાં માત્ર બે મહિલાઓ છે. નિવેદન અનુસાર, 2020 માં કોહલીનું બ્રાન્ડ વેલ્યુ બદલાયું નથી. કોહલી સતત ચોથા વર્ષે સૌથી મૂલ્યવાન સેલિબ્રિટી બન્યા છે અને કોવિડ -19 રોગચાળો હોવા છતાં તેની બ્રાંડ વેલ્યુ 23.77 કરોડ ડોલર સ્થિર છે. જ્યારે બીજી તરફ ટોચની 20 હસ્તીઓનું કુલ મૂલ્ય પાંચ ટકા અથવા લગભગ એક અબજ યુએસ ડોલર ઘટ્યું છે.

અક્ષય કુમારની બ્રાન્ડ વેલ્યુ પણ વધી છે. 13.8 ટકા વધારા સાથે 11.89 કરોડ યુએસ ડોલર સાથે બીજા સ્થાને છે. રણવીર સિંહ 10.29 મિલિયન ડોલર સાથે ત્રીજા સ્થાને છે. ડફ એન્ડ ફેલ્પ્સના સેલિબ્રિટી બ્રાન્ડ વેલ્યુએશન અનુસાર, 2020 માં ટોપ 20 હસ્તીઓનું કુલ બ્રાન્ડ વેલ્યુ એક અબજ ડોલર હતું જે 2019 ની તુલનામાં પાંચ ટકા ઓછું છે.