જામનગર-

શહેરને ક્રિકેટનું મક્કા કહેવામાં આવે છે. જામ રણજીતસિંહથી લઈને હાલના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા સુધીના બેસ્ટ ક્રિકેટરો જામનગરે ભારતીય ટીમને આપ્યા છે. જો કે, અત્યાર સુધી જામનગરમાં પુરુષ ક્રિકેટરો ભારતીય ટીમમાં સ્થાન મેળવી અને રમી રહ્યા હતા, ત્યારે મહિલાઓ પણ આગળ આવી રહી છે. જામનગરની આઠ જેટલી યુવા મહિલા ખેલાડીઓની સૌરાષ્ટ્રની ટીમમાં સ્થાન મળ્યું છે. જેમાં કેપ્ટન તરીકે પણ જામનગરની વિકેટ કીપર અને બેટ્સમેન રિદ્ધિ રૂપારેલની નિમણૂક કરવામાં આવી છે. પુરુષ ક્રિકેટરો ભારતીય ટીમમાં સ્થાન મેળવી રમી રહ્યા છે, ત્યારે મહિલાઓ પણ આગળ આવી રહી છે. જામનગરના અજીતસિંહ પેવેલિયનમાં અનેક યુવા ક્રિકેટરો સાથે મહિલા ક્રિકેટરો પણ ટ્રેનિંગ લઈ રહી છે, ત્યારે આ ટ્રેનીંગ લઇ રહેલી આઠ જેટલી યુવા મહિલા ખેલાડીઓની ટીમને સૌરાષ્ટ્રની ટીમમાં સ્થાન મળ્યું છે.