નવી દિલ્હી

ચાર ટેસ્ટ મેચની સિરીઝમાં ઓસ્ટ્રેલિયામાં ધૂમ મચાવી રહેલી ભારતની ટીમના વખાણ પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર વસીમ અકરમ કર્યા છે. ભારતે સર્જેલા ઈતિહાસ બાદ વસીમ અકરમે મંગળવારે ટ્વિટર પર ટ્વિટ કરીને ટીમ ઈન્ડિયાની જોરદાર પ્રશંસા કરી હતી. અકરમે લખ્યું છે કે, "બ્રિસ્બેન ટેસ્ટ અને સિરીઝમાં ભારતે અસાધારણ જીત હાંસલ કરી છે. આટલી આક્રમક, હિંમતવાન અને ઉગ્ર એશિયન ટીમે આ પહેલા ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર મેં કદી જોયેલી નથી. તેમને કોઈપણ રોકી શકે નહીં. મુખ્ય ગણાતા ખેલાડીઓ ઈજાગ્રસ્ત હોવા છતાં. ટીમ જીતી તે શાનદાર છે "

જણાવી દઈએ કે બ્રિસ્બેન ટેસ્ટમાં ભારતે ઇતિહાસ રચ્યો હતો અને ઓસ્ટ્રેલિયાને ત્રણ વિકેટથી હરાવ્યું હતું. ઋષભ પંતએ ભારત માટે નિર્ણાયક ઇનિંગ્સ રમી હતી અને શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારાએ પણ જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. પંતે 89 રનની ઇનિંગ્સ રમી હતી, જ્યારે ગિલે 91 રન બનાવ્યા હતા જ્યારે પુજારાએ મેરેથોન ઇનિંગ્સ 56 રનની રમી હતી. બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયા તરફથી 328 રનના લક્ષ્‍યાંકનો સફળતાપૂર્વક પીછો કરીને ભારતે રેકોર્ડ બનાવ્યો હતો.