સિડની

 મહિલા વર્લ્ડ કપ ફૂટબોલ 2023 મેચ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના નવ શહેરોમાં રમાશે.પ્રથમ મેચ ઓકલેન્ડના ઇડન પાર્કમાં થશે જ્યારે ફાઈનલ મેચ સિડની સ્ટેડિયમ ઓસ્ટ્રેલિયામાં રમાશે. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ બંને સેમિ-ફાઇનલનું આયોજન કરશે.

આ પહેલો વર્લ્ડ કપ હશે જે બે જુદા જુદા સંઘોના સભ્યો દ્વારા સંયુક્ત રીતે યોજવામાં આવશે. 2006 માં ઓસ્ટ્રેલિયા એશિયન કન્ફેડરેશનમાં સામેલ થયું હતું જ્યારે ન્યુઝીલેન્ડ ઓશનિયા કન્ફેડરેશનનો સભ્ય છે

એટલું જ નહીં 32 ટીમો પ્રથમ વખત આ વર્લ્ડ કપમાં ભાગ લેશે. આ પહેલા 2019 સુધી 24 ટીમો વચ્ચે વર્લ્ડ કપ રમવામાં આવ્યો હતો.

વર્લ્ડ ફૂટબોલની સર્વોચ્ચ સંસ્થા ફીફાના જણાવ્યા અનુસાર મહિલા વર્લ્ડ કપ 2023 મેચ એડિલેડ, ઓકલેન્ડ, બ્રિસ્બેન, ડ્યુનેડિન, હેમિલ્ટન, મેલબોર્ન, પર્થ, સિડની અને વેલિંગ્ટનમાં રમાશે.