નવી દિલ્હી,તા.૨

પ્રતિષ્ઠિત ઉમેદવારોની સ્પર્ધામાં ભાગ લેનારા ખેલાડીઓને વિઝા આપવામાં વિલંબ અંગે ચિંતા વ્યક્ત કરતા, ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન હ્લૈંડ્ઢઈ એ અરજીઓ પર તાત્કાલિક પગલાં લેવાની અપીલ કરી હતી. કેનેડા ૩ થી ૨૨ એપ્રિલ દરમિયાન ટોરોન્ટોમાં યોજાનારી આ પ્રતિષ્ઠિત ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરશે. આ સ્પર્ધામાં ભારતના પાંચ ખેલાડીઓ ભાગ લેશે જેમાં બે મહિલા ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે. આ સ્પર્ધા નક્કી કરશે કે ઓપન અને મહિલા બંને કેટેગરીમાં શાસક વિશ્વ ચેમ્પિયનને કોણ પડકાર આપશે. કેન્ડીડેટ્‌સ ટુર્નામેન્ટની મેન્સ ઈવેન્ટની વિજેતાનો મુકાબલો ડિફેન્ડિંગ વર્લ્ડ ચેમ્પિયન ચીનની ડીંગ લિરેન સાથે થશે જ્યારે મહિલા વર્ગની વિજેતા ચીનની ઝુ વેનજુન સામે ટકરાશે.ભારતના આર પ્રજ્ઞાનંદ, વિદિત ગુજરાતી અને ડી ગુકેશ ઈવેન્ટ માટે ક્વોલિફાઈ થયા છે. , જેમાં આઠ ખેલાડીઓ ડબલ રાઉન્ડ રોબિન ધોરણે એકબીજાનો સામનો કરશે. ભારત તરફથી આર વૈશાલી અને કોનેરુ હમ્પીએ મહિલા સ્પર્ધા માટે ક્વોલિફાય કર્યું છે. ઓપન અને વિમેન્સ કેટેગરીની બંને સ્પર્ધાઓ એક સાથે રમાશે. હ્લૈંડ્ઢઈએ આ મુદ્દે કેનેડાની સરકારનું ધ્યાન દોર્યું હતું અને ટિ્‌વટર પર લખ્યું હતું કે, ‘આ ખેદજનક છે કે વિશ્વના ઘણા દેશોના ખેલાડીઓ જેમણે થોડા મહિના પહેલા વિઝા માટે અરજી કરી હતી તેમને હજુ સુધી આ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.ભારતની પાંચ વખત વિશ્વ ચેમ્પિયન અને હ્લૈંડ્ઢઈના વાઇસ પ્રેસિડેન્ટ વિશ્વનાથન આનંદે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડો અને ડિપાર્ટમેન્ટ ઑફ ઇમિગ્રેશન, રેફ્યુજીસ અને સિટીઝનશિપ કેનેડાને ટેગ કરીને હ્લૈંડ્ઢઈના પત્રને રીટ્‌વીટ કર્યો છે. ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશન (છૈંઝ્રહ્લ)ના અધિકારીએ પીટીઆઈને જણાવ્યું કે અત્યાર સુધી કોઈ ભારતીયને વિઝા મળ્યા નથી. અધિકારીએ કહ્યું, ‘ના, હજુ સુધી કોઈ ખેલાડીને વિઝા મળ્યા નથી. તેણે સમયસર આ માટે અરજી કરી હતી.