મુંબઇઃ ભારતીય ક્રિેકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્‌યા હંમેશા કોઇને કોઇ કારણોસર ચર્ચામાં રહ્યાં કરે છે, મેદાનમાં પોતાના પ્રદર્શનથી લઇને મેદાનની બહાર વિવાદ અને પોતાની લાઇફસ્ટાઇલના કારણે સમાચારોમા અવારનવાર છવાયેલો રહે છે. હવે તે પોતાની મંગેતર નતાસા સ્ટાનકાવિચની પ્રેગનન્સીને લઇને ચર્ચામાં છે. હાલમાં હાર્દિક અને નતાશાની તસવીર વાયરલ થઇ રહી છે, તેમાં નતાશા બેબી બમ્પ ફ્‌લાન્ટ કરતી દેખાઇ રહી છે.