મુંબઈ-

આઈપીએલને થોડા જ દિવસો બાકી છે તેવામાં કોરોનાના વધતાં કેસને લઈ મહારાષ્ટ્રમાં કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. દેશમાં અને ખાસ કરીને મહારાષ્ટ્રમાં જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે તે ચિંતાનું કારણ બન્યા છે. તેવામાં આઈપીએલની મેચનું શું થશે તે અંગે પણ અટકળો શરુ થઈ હતી. તેવામાં બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ સ્પષ્ટતા કરી દીધી છે કે મુંબઈમં મેચ થશે જ.

બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ સ્પષ્ટ કર્યું છે. આઈપીએલના નક્કી કાર્યક્રમોમાં કોઈપણ પ્રકારનો બદલાવ કરવામાં નહીં આવે. લોકડાઉનના કારણે કોઈ પરેશાની થશે નહીં કારણ કે મેચ માટે સરકારની મંજૂરી લઈ લીધી છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પર આઈપીએલના 10 મેચ રમાશે. આ બધા જ મેચ 10થી 25 એપ્રિલ વચ્ચે બાયો બબલની અંદર રમાશે. પહેલો મેચ દિલ્હી કેપિટલ્સ અને ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે રમાશે. જણાવી દઈએ કે ચેન્નઈ સુપરકિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમ અહીં બાયો બબલમાં અભ્યાસ પણ કરી રહી છે.