/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

જાણો, કયા બે આંતરરાષ્ટ્રીય આર્ચર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ

જયપુર

જ્યોતિનગર પોલીસ સ્ટેશનમાં એક મહિલા આર્ચરે ૨ આંતરરાષ્ટ્રીય આર્ચર સામે કોચિંગ અને આર્ચરીના સાધનો ખરીદવાના નામે લાખો રૂપિયા લેવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસ તરફથી મળતી માહિતી અનુસાર માન સરોવરમાં રહેતી મહિલા આર્ચર કીર્તિએ આંતરરાષ્ટ્રીય આર્ચર રજત ચૌહાણ અને સ્વાતિ દૂધવાલ સામે ફરિયાદ નોંધાવી હતી. તેમણે આરોપ લગાવ્યો છે કે કોચિંગ અને આર્ચરીના સાધનોના નામ પર તેમની પાસેથી પૈસા માગવામાં આવ્યા છે. પૈસા આપવા છતા પણ તેમને પૂરા સાધનો આપવામાં નથી આવ્યા. આ સાથે જ આર્ચરીની પ્રેક્ટિસને પણ રોકી દેવાઈ છે. મહિલા આર્ચર કીર્તિએ નોંધાવેલી ફરિયાદમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જ્યારે તે પિતા સાથે જીસ્જી સ્ટેડિયમ ગઈ તો તેને આંતરરાષ્ટ્રીય આર્ચર રજત ચૌહાણ અને સ્વાતિ દૂધવાલે પ્રેક્ટિસ કરવાની ના પાડી દીધી હતી. 

ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરવા માટે પહેલા ૩૫૦૦ રૂપિયા પ્રતિ મહિના આપવાની માગ કરવામાં આવી. ત્યારબાદ આ રકમ વધારીને ૫,૦૦૦ રૂપિયા કરી દેવાઈ હતી. આ સાથે જ આર્ચરની સ્પોર્ટ્‌સ કિટ ખરીદવા માટે પણ દબાણ કરવામાં આવ્યું હતું. આર્ચરીના સાધનોના નામ પર ૩ લાખ રૂપિયા લેવામાં આવ્યા. આટલી રકમ લીધા પછી પણ પૂરતા સાધનો નહતા અપાયા. જોકે પોલીસે ફરિયાદ અનુસાર તપાસ શરૂ કરી છે. પોલીસે ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરતી અન્ય ખેલાડીઓ અને કોચ પાસેથી માહિતી એકત્રિત કરી રહી છે. જ્યારે આંતરરાષ્ટ્રીય આર્ચર રજત ચૌહાણ અને સ્વાતિ દૂધવાલે મહિલા આર્ચર કીર્તિના આરોપોના પાયાવિહોણા કહ્યા છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution